કેન્દ્રની પેનલની ભલામણો બાદ વ્યાજ માફ ન કરવાનું વલણ બદલાઈ ગયું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને લોનધારકોની મદદ કરવાના નિર્દેશ બાદ Ex CAG રાજીવ મહર્ષિની અધ્યક્ષતામાં એક પેનલની રચના કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે કોર્ટમાં પહેલા કહ્યું હતું કે, તે વ્યાજ માફ ન કરી શકે અને આ બેંકોને અસર કરશે. હવે આ મામલે આગામી સુનાવણી 5 ઓક્ટોબરે થશે.
આ પહેલાની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું હતું કે, તે જુદા જુદા ક્ષેત્ર માટે કેટલીક નક્કર યોજના લઈને કોર્ટમાં આવેસ કોર્ટે આ કેસને વારંવાર ટાળવા પર નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે 31 ઓગ્સટ સુધી એનપીએ થયેલ લોન ડિફોલ્ટરોને એનપીએ જાહેર ન કરવાના વચગાળાના આદેશને ચાલુ રાખવા કહ્યું હતું. વીડિયો કોન્ફરન્સ દ્વારા કેસની સુનાવણી જસ્ટિસ અશોક ભૂષણ, આર સુભાષ રેડ્ડી અને એમ આર શાહ એમ ત્રણ જજોની બેંચે કરી રહી છે.