Gold silver price today: આજે એટલે કે 23 જાન્યુઆરીએ ગોલ્ડ તેના ઓલ ટાઇમ હાઇ પર પહોંચ્યો હતો. આજે 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 82,250 રૂપિયા છે. બુધવારે ઇન્ડિયન જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 741 રૂપિયા વધીને 80,194 રૂપિયા થયો હતો. મંગળવારે તેની કિંમત 79,443 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ઓલ ટાઇમ હાઇ 79,681 પ્રતિ 10 ગ્રામ હતું. સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ આજે વધારો જોવા મળ્યો હતો. ચાંદી 634 રૂપિયા વધીને 91,167 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. અગાઉ ચાંદીનો ભાવ 90,533 રૂપિયા પ્રતિ કિલો હતો. જોકે, ચાંદીનો ભાવ 23 ઓક્ટોબર, 2024ના રોજ 99,151 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો અને તેનો ઓલટાઇમ હાઇ પર પહોંચ્યો હતો. 1 જાન્યુઆરી, 2025થી સોનું 4032 રૂપિયા મોંઘુ થયું છે.
આજે સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. ભારતમાં આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 75,410 રૂપિયા છે. ગઈકાલે કિંમત 75,400 રૂપિયા હતી. આજે 24 કેરેટ સોનાનો ભાવ 82,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ગઈકાલે 24 કેરેટ સોનાનો ભાવ 82,240 રૂપિયા હતો. જોકે, બજારના નિષ્ણાતો કહે છે કે આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધારો થશે.
છેલ્લા છ મહિનામાં ગોલ્ડે કેટલું આપ્યું રિટર્ન ?
23 જૂલાઇ 2024ના રોજ બજેટ અગાઉ ગોલ્ડ લગભગ 82,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. બજેટમાં સરકાર દ્ધારા ગોલ્ડ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડવાથી તેની કિંમતમાં 6500 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને કિંમત ઘટીને લગભગ 76000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગઇ હતી. જોકે છ મહિના બાદ સોનાની કિંમતો ફરીથી જૂની કિંમત સુધી પહોંચી ગઇ છે. છેલ્લા 6 મહિનામાં ગોલ્ડનું રિટર્ન લગભગ શૂન્ય રહ્યું છે.
જાણો શહેરોમાં ગોલ્ડની કિંમત
શહેર 22 કેરેટ ગોલ્ડ રેટ 24 કેરેટ ગોલ્ડ રેટ
દિલ્હી 75,400 82,240
નોઇડા 75,400 82,240
લખનઉ 75,400 82,240
મુંબઇ 75,250 82,090
અમદાવાદ 75,300 82,140