નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય બજારમાં ચીની ફટાકડાની આયાત અને તેનો ઉપયોગ ચિંતાનો વિષય છે. ચાઇનીઝ ફટાકડાની આયાત પર પ્રતિબંધ છે અને જો કોઈ વ્યક્તિ પાસે આવા ફટાકડા હશે તો તેની વિરૂદ્ધ કસ્ટમ એક્ટ હેઠળ ગુનો નોંધાશે. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ચાઇનીઝ ફટાકડાનો ઉપયોગ સરકારના એક્સપ્લોજિવ રૂલ્સ 2008 (Explosive Rules 2008) વિરુદ્ધ છે અને તે હાનિકારક છે. તેમા લેડ, કોપર, ઓક્સાઇડ અને લીથિયમ જેવા પ્રતિંબંધિત કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેમિકલ્સ માનવ જીવન માટે ખતરનાક હોવાની સાથે પર્યાવરણ માટે હાનિકારક છે.
એવામાં લોકોને ફટાકડાઓના લેબલિંગ વિગતો જોઇને જ ખરીદી કરવાની સલાહ આપવામાં આવે છે. જો કોઈ સામાન્ય નાગરિક આવા ફટાકડાઓના વેચાણ સંબંધિત માહિતી ધરાવે છે તો તે ચેન્નઈ કસ્ટમ કંટ્રોલ રૂમના ટેલિફોન નંબર 044-25246800 પર ફોન કરીને માહિતી આપી શકે છે.
ચાઇનીઝ ફટાકડાના ગેયરકાયદેસર ખરિદ-વેચાણમાં સામેલ લોકો વિરૂદ્ધ કસ્ટમ એક્ટ, 1962 અંતર્ગત કડક કાર્યવાહી કરવામાં આવશે.