CNG Price Cut Likely: એક તરફ વર્ષ 2023માં મોંઘવારીમાંથી રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે જ્યારે બીજી બાજુ હવે વાહન ચાલકોને પણ મોટી રાહત મળી શકે છે. જો સરકાર કિરીટ પારેખ સમિતિની ભલામણને સ્વિકારે તો CNGના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. 


ગેસના ભાવ અંગે રચાયેલી કિરીટ પારેખ સમિતિએ કેન્દ્ર સરકારને સીએનજી પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની ભલામણ કરી છે. પોતાની ભલામણોમાં સમિતિએ સરકારને કહ્યું છે કે, જ્યાં સુધી નેચરલ ગેસને GSTના દાયરામાં લાવવાનો નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી સરકારે CNG પર એક્સાઈઝ ડ્યૂટી ઓછી વસૂલવી જોઈએ.


CNG પર 14% એક્સાઇઝ ડ્યુટી


નેચરલ ગેસ અત્યારે GSTની બહાર છે.  જ્યારે પેટ્રોલિયમ ઉત્પાદનો પર સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટીથી લઈને વેટ પણ વસૂલવામાં આવે છે. કેન્દ્ર સરકાર કુદરતી ગેસ એટલે કે LPG પર એક્સાઈઝ ડ્યુટી વસૂલતી નથી. પરંતુ CNG પર 14 ટકા એક્સાઈઝ ડ્યુટી વસૂલવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર પણ 24.5 ટકા સુધનો વેટ લાદે છે. કિરીટ પરીખ કમિટીએ સરકારને કુદરતી ગેસને જીએસટીના દાયરામાં લાવવાની ભલામણ કરી છે. સમિતિએ સ્વિકાર્યું છે કે તેના માટે રાજ્યો સંમત થશે. આ સ્થિતિમાં તેને લાગુ કરવા માટે કેન્દ્રએ રાજ્યોને 5 વર્ષ સુધી થનારા કોઈપણ નુકસાનની ભરપાઈ કરવી જોઈએ.


પેટ્રોલિયમ ઉત્પાદનો GSTની બહાર 


1 જુલાઈ, 2017ના રોજ GST અમલમાં આવ્યો ત્યારે પેટ્રોલ-ડીઝલ, ATFને GSTની બહાર રાખવામાં આવ્યા હતા. કિરીટ પરીખ કમિટીનું માનવું છે કે, જ્યાં સુધી ગેસ જીએસટીના દાયરામાં ન આવે ત્યાં સુધી સરકારે સીએનજી પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવી જોઈએ જેથી ગ્રાહકોને રાહત મળી શકે.


ગેસ કિંમત આટલી કરવા ભલામણ


કિરીટ પરીખ સમિતિએ આગામી 3 વર્ષ માટે ગેસના ભાવ પરની મર્યાદા દૂર કરવાનું પણ સૂચન કર્યું છે. આ સાથે કમિટીએ દેશમાં જૂના ગેસ ફિલ્ડમાંથી ઉત્પાદિત કુદરતી ગેસની પ્રાઇસ બેન્ડને 4 થી 6.5 ડોલર પ્રતિ યુનિટ (mmBtu) નક્કી કરવાની ભલામણ કરી છે.


 કેન્દ્ર સરકાર 'પ્રધાનમંત્રી નારી શક્તિ યોજના' હેઠળ તમામ મહિલાઓને 2.20 લાખ રૂપિયા આપી રહી છે?


કેન્દ્ર સરકાર દ્વારા દેશની મહિલાઓને આપવામાં આવતી આર્થિક સહાયને લઈને સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. મેસેજમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર પીએમ નારી શક્તિ યોજના હેઠળ દેશની મહિલા નાગરિકોને 2.20 લાખ રૂપિયાની લોન આપી રહી છે.


વાયરલ થઈ રહેલા આ મેસેજમાં ખોટી માહિતી આપવામાં આવી છે. તે લોકોને નાણાકીય સહાય મેળવવા માટે નોંધણી કરાવવાનું કહે છે, જે એક ફ્રોડ જેવું છે.


દરમિયાન, નકલી મેસેજનો પર્દાફાશ કરતી વખતે, PIBએ કહ્યું છે કે આ મેસેજ નકલી છે. પીઆઈબીએ એમ પણ કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ સહાયની જાહેરાત કરવામાં આવી નથી.


PIBએ કર્યો મોટો ખુલાસો


PIB ફેક્ટ ચેક એકાઉન્ટ દ્વારા એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, "ઇન્ડિયન જોબની યુટ્યુબ ચેનલ દાવો કરી રહી છે કે કેન્દ્ર સરકાર 'પ્રધાનમંત્રી નારી શક્તિ યોજના' હેઠળ તમામ મહિલાઓને 2 લાખ 20 હજાર રૂપિયા આપવા જઈ રહી છે. આ દાવો ખોટો છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના લાવવામાં આવી નથી.”