દેશમાં વધતા કોરોનાના કેસનાને કારણે સોમવારે સ્ટોક માર્કેટમાં કડાકો બોલી ગયો છે. સેન્સેક્સ 1022 પોઈન્ટ ઘટીને 49007.17ની સપાટી પર ટ્રેડ થઈ હ્યો છે. સેન્સેક્સમાં સામેલ 30 સ્ટોકમાંથી 27 સ્ટોક ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. જેમાં બજાજ ફાઈનાન્સ અને ઇન્ડસઇન્ડ બેંકનો સ્ટોક સૌથી વધારે 4-4 ટકા નીચે આવી ગયા છે. આ પહેલા 26 માર્ચના રોજ સેન્સેક્સ 49 હજાર નીચે આવી ગયો હતો.


નિફ્ટી પણ 267 પોઈન્ટ નીચે 14599.45 પર ટ્રેડ થઈ રહ્યો છે. રોકાણકારો સૌથી વધારે વેચવાલી બેન્કિંગ સ્ટોક્સમાં કરી રહ્યા છે. નિફ્ટી બેંક ઇન્ડેક્સ 1215 પોઈન્ટ એટલે 3.6 ટકા નીચે 32642.85 પર આવી ગયો છે. તેવી જ રીતે ઓટો ઇન્ડેક્સ 2 ટકા અને મેટલ ઇન્ડેક્સ 1.2 ટકા નીચે આવી ગયો છે.


1563 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર


BSE પર 2508 સ્ટોકમાં ટ્રેડ થઈ રહ્યું છે. જેમાં 794 સ્ટોકમાં ઉછાળા સાથે અને 1563 સ્ટોક ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. તેમાં 172 સ્ટોકમાં લોઅર સર્કિટ લાગી છે. એક્સચેન્જ પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 204.43 લાખ કરોડ રૂપિયા આવી ગઈ છે જે 1 એપ્રિલના રોજ 207.25 લાખ કરોડ રૂપિયા હતા.


 રેકોર્ડ 1 લાખ કેસ આવ્યા


દેશમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે. મહામારી શરૂ થયા બાદ આજે પ્રથમ વખત દેશમાં એક દિવસમાં કોરોના સંક્રમણના એક લાખથી વધારે નવા મામલા સામે આવ્યા છે. આ પહેલા 16 સપ્ટેમ્બર, 2020ના રોડ 97,894 કેસ સામે આવ્યા હતા. ત્યારે 1132 લોકોના મોત થયા હતા.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,03,,558 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 478 લોકોના મોત થયા છે. જોકે 52,847 લોકો ઠીક પણ થયા છે.  


કુલ કેસ-  એક કરોડ 25 લાખ 89 હજાર 067


કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 16 લાખ 82 હજાર 136


કુલ એક્ટિવ કેસ - 7 લાખ 41 હજાર 830


કુલ મોત - એક લાખ 65 હજાર 101


કુલ રસીકરણ - 7 કરોડ 91 લાખ 05 હજાર 163 ડોઝ આપવામાં આવ્યા.