આ લિસ્ટમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસથી માંડીને બિલ ગેટ્સ જેવા દિગ્ગજ નામો સામેલ છે. ગત દિવસના કારોબારથી એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની કુલ સંપત્તિમાં 1.34 અરબ ડોલર (લગભગ 9,928.06 કરોડ)નો ઘટાડો જોવા મળ્યો હતો. એ જ રીતે માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સની સંપત્તિમાં પણ 1.21 અરબ ડોલર (લગભગ 8964.89 કરોડ રૂપિયા)નો ઘટાડો નોંધાયો છે.
જેફ બેઝોસની કુલ સંપત્તિ હવે ઘટીને 117 અરબજ ડોલર (લગભગ 8 લાખ 66 હજાર કરોડ) થઈ ગઈ છે. તે જ રીતે બિલ ગેટ્સની કુલ સંપત્તિ 111 અરબ ડોલર (લગભગ 8 લાખ 22 હજાર કરોડ રૂપિયા) પર આવીને ઊભી રહી ગઈ છે. અલીબાબાના સ્થાપક જેક માની સંપત્તિમાં 1 અરબ ડોલર (લગભગ 7,409 કરોડ)નું નુકસાન આવ્યું છે.
આ સિવાય ફ્રોસના ફેશન મોગલ તરીકે ઓળખાતા બર્નાર્ડ આર્નાઉલ્ટ, પીઢ રોકાણકાર અને બર્કશાયર હૈથવેના માલિક વોરેન બફેટ, ફ્રેન્ચ ઉદ્યોગપતિ ફ્રોન્કોઇસ પિનાલ્ટ, ટેન્સન્ટના પોની મા, ફેસબુકના માર્ક ઝુકરબર્ગની સંપત્તિમાં પણ સોમવારે ભારે ઘટાડો થયો છે.
સોમવારે વિશ્વના ઘણાં મોટા માર્કેટોમાં ભારે દોડધામ થઈ ગઈ હતી. કોરોનાના કારણે જાપાનની નિક્કેઈમાં 5.૦7 ટકા, હોંગકોંગની હેંગ સેંગ 3.55 ટકા, શાંઘાઈ કમ્પોઝિટ 2.76 ટકા ઘટીને બંધ રહ્યો હતો.
ઘરેલું શેરબજારની વાત કરીએ તો, સોમવારનો વેપાર રોકાણકારો માટે એક ખરાબ સપનાથી ઓછો નહોતો. દિવસના કારોબાર દરમિયાન એક સમય એવો હતો કે, જ્યારે મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઈ) પર 2,467 પોઈન્ટનો કડાકો બોલ્યો હતો. જોકે, છેલ્લા કલાકમાં થોડી રિક્વરી જોવા મળી હતી અને અંતે તે 1,942 પોઈન્ટ તોડી 35,634.95ના સ્તરે બંધ રહ્યો હતો.