Olaના સીઈઓ ભાવેશ અગ્રવાલે કહ્યું કે, કોરોના વાયરસ મહામારીના કારણે છેલ્લા 2 મહિનામાં કંપનીને મોટું આર્થિક નુકસાન થયું છે. રાઈડ્સ, નાણાકીય સેવા અને ખાદ્ય કારોબારથી કંપનીની આવકમાં 95 ટકાનો ઘટાડો થયો છે. આવી પરિસ્થિતિમાં કંપની પોતાના 1400 કર્મચારીઓની છટણી કરી રહી છે. કર્મચારીઓને એક મેલ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યા છે વેપારનું ભવિષ્ય ખૂબજ અસ્પષ્ટ અને અનિશ્ચિત છે.
અગ્રવાલ અનુસાર મહામારીની અસર લાંબા સમય સુધી રહેશે. તેમણે કહ્યું કે, “ખાસ કરીને અમારા બિઝનેસ પર વાયરસની ખૂબજ ખરાબ અસર પડી રહી છે. ” તેમણે કહ્યું કે, કોરોના સંકટનું સૌથી મોટું નુકસાન કંપનીના લાખો ડ્રાઈવર અને તેમના પરિવારની આજિવિકાને થયું છે. તેથની કંપનીએ 1400 કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે.