ક્રેડિટકાર્ડનો ઉપયોગ લગભગ દરેક વ્યક્તિ કરે છે. ક્રેડિટ કાર્ડની મદદથી તમે શોપિંગ અને રોજિંદા ખર્ચ પર રિવર્ડ મેળવી શકો છો, પરંતુ ઘણી વખત એવું જોવા મળે છે કે વિવિધ કારણોસર ક્રેડિટ કાર્ડના ઉપયોગને કારણે CIBIL અથવા ક્રેડિટ સ્કોર નીચે જાય છે, જેના કારણે તમારી લોન એપ્લિકેશન અથવા લોન રિજેક્ટ કરવામાં આવે છે અથવા લોન ખૂબ ઊંચા વ્યાજદરે આપવામાં આવે છે. આવી સ્થિતિમાં, ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે કેટલીક સાવચેતી રાખવી જોઈએ, જેથી તમારો ક્રેડિટ સ્કોર ઓછો ન થાય.
ક્રેડિટકાર્ડનો ઉપયોગ ઓછો રાખો
ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે વ્યક્તિએ હંમેશા ક્રેડિટ ઉપયોગ રેશ્યોને ધ્યાનમાં રાખવું જોઈએ. તમારા કોઈપણ ક્રેડિટ કાર્ડનો યૂટિલાઈનજેશ રેશ્યો 30 ટકાથી વધુ ન હોવો જોઈએ. જો તે આનાથી વધી જાય તો તે તમારા ક્રેડિટ સ્કોર પર નકારાત્મક અસર કરે છે. જો તમે એક મહિનામાં તમારી ક્રેડિટ લિમિટના 30 ટકાથી વધુનો ઉપયોગ કર્યો હોય, તો તમે સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવે તે પહેલાં થોડી રકમ ચૂકવીને ક્રેડિટ યુટિલાઈઝેશન રેશિયો ઘટાડી શકો છો.
સમયસર બિલ ચૂકવો
ક્રેડિટ કાર્ડના બિલ સમયસર ભરવા જોઈએ. જો તમે કોઈ બિલમાં વિલંબ કરો છો અથવા નિયત તારીખ પછી તેને જમા કરો છો, તો તેની અસર તમારા ક્રેડિટ સ્કોર પર લાંબા સમય સુધી રહે છે. આ કારણોસર, લોનનો કોઈ હપ્તો મોડો ચૂકવવો જોઈએ નહીં.
એકથી વધુ અનસિક્યોર્ડ લોન ન લો
વ્યક્તિએ એક કરતાં વધુ પર્સનલ લોન ન લેવી જોઈએ કારણ કે જ્યારે તમે વારંવાર પર્સનલ લોન લો છો, ત્યારે બેંક તમને આર્થિક રીતે અસ્થિર વ્યક્તિ માને છે અને તેની સીધી નકારાત્મક અસર તમારા ક્રેડિટ સ્કોર પર પડે છે.
જૂના ક્રેડિટ કાર્ડ બંધ ન કરો
ઘણી વખત લોકો તેમના જૂના ક્રેડિટ કાર્ડને બંધ કરી દે છે કારણ કે તેઓ ઉપયોગમાં નથી. આના કારણે, તે ક્રેડિટ કાર્ડ સંબંધિત તેમનો તમામ નાણાકીય વ્યવહાર સમાપ્ત થઈ જાય છે અને ક્રેડિટ સ્કોરને નકારાત્મક અસર થાય છે.
સારો ક્રેડિટ સ્કોર તમારા માટે નફાકારક સોદો સાબિત થઈ શકે છે. સામાન્ય રીતે 750 થી વધુનો ક્રેડિટ સ્કોર સારો માનવામાં આવે છે. ઉચ્ચ CIBIL સ્કોર સાથે, તમારી લોન ઝડપથી મંજૂર થાય છે. આ સાથે બેંકની નજરમાં તમારી પ્રતિષ્ઠા પણ સારી રહે છે.