અમદાવાદઃ લાઇટીંગ કેટેગરીમાં ભારતની અગ્રણી કંપની ક્રોમ્પ્ટોન ગ્રીવ્સ ઇલેક્ટ્રિકલ્સ લિમીટેડ નવીનતમ લાઇટીંગ ઉકેલો સાથે એલઇડી કેટેગરીમાં મોટી હરણફાળ ભરવા માટે જાણીતી છે. કંપની હવે સ્ટાર લોર્ડ નામની સીલીંગ લાઇટ્સને બજારમાં મુકવાની સાથે આ નવીનતાને થોડી વધુ ઉપર લઇ જાય છે – આ એક એવી રેન્જ છે જેમાં ભારે પ્રકાશ અને સ્ટાઇલીશ અલ્ટ્રા સ્લિમ રિમ્સ છે.
ક્રોમ્પ્ટોન ગ્રીવ્સ કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ્સ લિમીટેડના લાઇટીંગના વાઇસ પ્રેસિડન્ટ વિશાલ કૌલે જણાવ્યું હતુ કે, “ઘરની પુનઃનવીનતાથી લઇને ઘરના શણગાર સુધી સ્ટાર લોર્ડ એકસમાન રીતે તે જગ્યાને પ્રકાશિત કરે છે જે તમને તમારી ક્રિયા અને કાર્યોને વધુ સરળતાથી અને ઉત્પાદકીય રીતે કરવામાં સહાય કરે છે. સ્ટાઇલ માટે સુંદર ડિઝાઇન સાથે પ્રકાશ માટે સુંદર કામગીરીને મિશ્રીત કરતા, તેના મુખ્ય ગુણધર્મો લાઇટીંગ, ખર્ચ અને ઉર્જા કાર્યક્ષમતાની પ્રાથમિક જરૂરિયાતો પર સમાધાન કરતા નથી. ક્રોમ્પ્ટોન અમારા ગ્રાહકોમાં આરામ, સુગમતા અને સ્ટાઇલનો ઉમેરો કરવામાં માને છે અને નવીનતા તેના મૂળમાં હોવાથી અમારી નવી પ્રોડક્ટ સ્ટાર લોર્ડની ડિઝાઇન આ ગુણધર્મોને આગળ લઇ જાય તેવી અને તમારા ઘરને એક આનંદિત સ્થળ બનાવે છે તે રીતે બનાવવામાં આવી છે.”
ક્રોમ્પ્ટોનના સ્ટાર લોર્ડ વોટદીઠ લાઇટમાં 100 લ્યુમેની લ્યુમેન એફિકેસી ધરાવે છે જે અન્ય પેનલ્સ કરતા ઘણી વધુ પ્રકાશિત છે અને તમારી જગ્યામાં વધુ પ્રકાશનો ફેલાવો આપે છે. તની અલ્ટ્રા સ્લિમ રિમ પણ વધુ પાતળી ડિઝાઇનમાં પરિણમે છે જે ખરાબ છતોની સાથે ભળી જતા વધુ સ્ટાઇલીશ શણગારની ખાતરી રાખે છે. આ રેન્જ ગોળ અને ચોરસ એમ પ્રકારના નિયત આકારો અને વિવિધ કલર તાપમાન વૈવિધ્યતા પૂરી પાડતી હોવાથી રુમને મહત્તમ પ્રકાશ અને મહત્તમ સ્ટાઇલ સાથે પ્રકાશિત કરી શકે છે.
દિવાળીના તહેવારને લઈ ક્રોમ્પ્ટોને અદ્યતન સીલીંગ લાઇટ એલઇડી પેનલ કરી રજૂ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Nov 2020 08:56 PM (IST)
ક્રોમ્પ્ટોનના સ્ટાર લોર્ડ વોટદીઠ લાઇટમાં 100 લ્યુમેની લ્યુમેન એફિકેસી ધરાવે છે જે અન્ય પેનલ્સ કરતા ઘણી વધુ પ્રકાશિત છે અને તમારી જગ્યામાં વધુ પ્રકાશનો ફેલાવો આપે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -