Crypto Market Crash: છેલ્લા કેટલાક દિવસોથી ક્રિપ્ટો માર્કેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં, હાહાકાર મચી ગયો છે. ક્રિપ્ટો માર્કેટમાં મોટા પાયે વેચવાલી જોવા મળી છે. રોકાણકારોએ માત્ર એક જ દિવસમાં આશરે ₹17 લાખ કરોડ ગુમાવ્યા છે.
ક્રિપ્ટો ભાવની માહિતી આપતી કંપની CoinMarketCap અનુસાર, વિશ્વની સૌથી મોટી અને સૌથી જૂની ક્રિપ્ટોકરન્સી, બિટકોઇનમાં છેલ્લા 24 કલાકમાં આશરે 9 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. બજારમાં ભયની માહોલ જણાવતી ઈન્ડેક્સ ફિયર એન્ડ ગ્રીડ ઈન્ડેક્ પણ 11 પોઈન્ટ સુધી ઘટી ગયો છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે રોકાણકારો બજાર પર વિશ્વાસ કરી રહ્યા નથી અને મોટા પાયે વેચવાલી ચાલી રહી છે.
બિટકોઇને રોકાણકારોને નિરાશ કર્યા
વિશ્વની સૌથી મોટી અને સૌથી જૂની ક્રિપ્ટોકરન્સી બિટકોઇન, રોકાણકારોને નિરાશ કર્યા છે. CoinMarketCap અનુસાર, 21 નવેમ્બર, શુક્રવારના રોજ સાંજે 4:10 વાગ્યે બિટકોઇન $83,603.57 પર ટ્રેડ થઈ રહ્યું હતું. બિટકોઇન પાછલા દિવસની સરખામણીમાં લગભગ 10 ટકા ઘટ્યો હતો.
છેલ્લા સાત દિવસના ડેટાની વાત કરીએ તો, બિટકોઈનમાં આશરે 15 ટકાનો ઘટાડો થયો છે. તાજેતરમાં જ, બિટકોઈનના ભાવે $90,000 ની નીચે આવીને તેમનો સાત મહિનાનો રેકોર્ડ તોડ્યો. આજના ટ્રેડિંગ દિવસમાં પણ આ ઘટાડો ચાલુ રહ્યો.
આજના ક્રિપ્ટો ભાવ
શુક્રવારે પણ ઈથેરિયમના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. પાછલા દિવસની સરખામણીમાં, તેમાં 10 ટકાનો ઘટાડો થયો. ઈથેરિયમ $2,707.66 પર ટ્રેડ થઈ રહ્યું છે. ટેથર ક્રિપ્ટોકરન્સી $0.9988 પર ટ્રેડ થઈ રહી છે. સોલાના ક્રિપ્ટોકરન્સી લગભગ 12 ટકા ઘટી છે. સોલાના $125.64 પર ટ્રેડ થઈ રહી છે.
ક્રેશનું વાસ્તવિક કારણ શું છે?
બજાર વિશ્લેષકો માને છે કે ક્રિપ્ટો વેચવાલી પાછળ ઘણા મુખ્ય પરિબળો જવાબદાર છે, જેમ કે:
- રોકાણકારોની જોખમ ઉઠાવવાની ઓછી ઈચ્છા
- ટાઈટ ફાઈનેશિયલ કંડીશન્સ
- વઘતી ટ્રેજરી યીલ્ડ
- ટ્રેઝરી યીલ્ડમાં વધારો
- ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડામાં વિલંબનો ભય
આ બધા મેક્રોઇકોનોમિક પરિબળોને કારણે ઉચ્ચ-અસ્થિરતાવાળી સંપત્તિઓ માટે નોંધપાત્ર નુકસાન થયું, જેમાં ક્રિપ્ટો બજાર સૌથી વધુ પ્રભાવિત થયું.
ડિસ્ક્લેમર: (અહીં આપેલી માહિતી ફક્ત માહિતીના હેતુ માટે છે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com ક્યારેય અહીં રોકાણ કરવાની ભલામણ કરતું નથી.)