નવી દિલ્લીઃ ક્રિપ્ટો કરન્સીને લઈને આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, ક્રિપ્ટોકરન્સી વ્યાપક આર્થિક અને નાણાકીય સ્થિરતા માટે ખતરો છે. RBI ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા દ્વિ-માસિક લોન પોલિસીની જાહેરાતને કારણે, ભારતીય શેરબજારમાં ખૂબ જ વૃદ્ધિ જોવા મળી રહી છે. ગવર્નરની એમપીસી બેઠકના પરિણામોની જાહેરાત બાદ સેન્સેક્સ અને નિફ્ટીએ નીચલા સ્તરેથી સારી રિકવરી દર્શાવી છે. સેન્સેક્સે નીચલા સ્તરોથી 520 પોઈન્ટનો ઉછાળો દર્શાવ્યો હતો અને 500 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. હાલમાં, સેન્સેક્સ 363 પોઈન્ટના વધારા સાથે 58,829 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટીએ નીચલા સ્તરેથી 164 પોઈન્ટનો ઉછાળો દર્શાવ્યો છે અને હવે તે 101 પોઈન્ટના ઉછાળા સાથે 17,565 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.




RBI ગવર્નરની જાહેરાત બાદ બેંકિંગ શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે, નાણાકીય ક્ષેત્રના શેરોમાં પણ ખરીદી જોવા મળી રહી છે. એવું માનવામાં આવતું હતું કે આરબીઆઈ બેંકો પાસે વધારાની રોકડ પરત લેવા માટે રિવર્સ રેપો રેટ વધારવાનો નિર્ણય લઈ શકે છે, પરંતુ તેમ થયું નહીં જેના કારણે બેંકોએ રાહતનો શ્વાસ લીધો છે. જેની હવા બેન્કિંગ સેક્ટરના શેર પર જોવા મળી રહી છે.


આરબીઆઈએ 2022-23માં જીડીપી 7.8 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે, ત્યારબાદ ક્રૂડ ઓઈલ મોંઘા હોવા છતાં ફુગાવાનો દર ઘટીને 4.5 ટકા થઈ ગયો છે, જેના કારણે બજાર રાહતનો શ્વાસ લઈ રહ્યું છે. આની અસર એ થઈ શકે છે કે વ્યાજદરમાં વધારો થવાની જે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તે જોવા નહીં મળે.


આરબીઆઈની જાહેરાતની અસર બેંકોના શેર સિવાય રિયલ એસ્ટેટ સેક્ટરના શેર પર પણ જોવા મળી રહી છે. કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, SBI, ઇન્ડસઇન્ડ બેંક, બંધન બેંક, ICICI બેંકના શેરમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં શોભા ડેવલપર્સ, સનટેક રિયલ્ટી, ઈન્ડિયાબુલ્સ રિયલ, ડીએલએફના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.