નવી દિલ્લીઃ રિલાયંસ Jio છેલ્લા બે મહિનાથી ઘણા સારા અને ખરાબ કારણોને લીધે ચર્ચામાં છે. Jio 31 ડિસેમ્બર સુધી ગ્રાહકોને ફ્રી પ્લાન આપી રહી છે. બીજી તરફ ગ્રાહકોને કાર્ડ લેવા ખૂબ જ મહેનત કરવી પડી રહી છે. તેમજ ઘણા લોકોને સીમ લીધા બાદ તેના એક્ટિવેશનને લઇને મુશ્કેલીઓ આવી રહી છે. પરંતું રિલાયંસ પોતાના ગ્રાહકોની આ તમામ પ્રકારની મુશ્કેલી દૂર કરવા જઇ રહી છે. Jio સીમ જલ્દી હૉમ ડિલીવરી દ્વારા ગ્રાહકોને મોકલવામાં આવશે.
એફ ટેક વેબસાઇટના જણાવ્યા અનુસાર, Jioની માર્કેટમાં ઘણી ડિમાન્ડ છે. તે જોતા કંપની હવે Jio સીમને ઑનલાઇન વેબસાઇટ લઇને આવી રહી છે. ઑનલાઇન વેબસાઇટ પર જઇને પોતાનું Jio સીમ બૂક કરાવી શકાય છે. ત્યાર બાદ ગ્રાહકોએ પોતાની અમુક માહિતી આપવી પડશે. રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ કંપની અરજી કરનારને 5 થી 7 દિવસની અંદર સીમ તેના ઘરના સરનામે મોકલી આપશે.
રિપોર્ટના જણાવ્યા અનુસાર આની ટેસ્ટીંગ શરૂ કરી દેવામાં આવી છે. અને મેટ્રો શહેરોમાં આ સુવિધા લૉન્ચ કરવાની શક્યતા છે.
જો આવું થાય તો ગ્રાહકોને સીમ મેળવવાની મુશ્કેલી ઘણા અંશે દૂર થઇ શકે છે. જો કે સીમનું એક્ટિવેશન કરાવવું પણ મુશ્કેલ છે. કંપની સામે તેને દૂર કરવું પણ એક પડકાર હશે. ઉલ્લેખનીય છે કે, 5 સપ્ટેંબરે રિલાયંસે Jio સીમ લૉંચ કર્યું હતું.