DCX Systems IPO: DCX Systems IPO: વધુ એક કંપની રોકાણકારો માટે શેરબજારમાં IPO (Initial Public Offering) લાવવા જઈ રહી છે. બેંગ્લોર સ્થિત DCX Systems IPO આવતા અઠવાડિયે ખુલવા જઈ રહ્યો છે. કંપનીનો IPO 31 ઓક્ટોબરે ખુલશે. રોકાણકારો 2 નવેમ્બર સુધી IPOમાં રોકાણ માટે અરજી કરી શકશે.


કંપનીના IPOની પ્રાઇસ બેન્ડ શું છે


DCX સિસ્ટમ્સ કંપનીએ IPO માટે શેર દીઠ રૂ. 197 થી 207 ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. કંપની આ IPOમાંથી એકત્ર થયેલા નાણાંનો ઉપયોગ લોનની ચુકવણી અને વર્કિગ કેપિટલની જરૂરિયાતો પૂરી કરવા માટે કરશે. આઈપીઓમાંથી મળનારી રકમનો ઉપયોગ પેટાકંપની રેનિયલ એડવાન્સ સિસ્ટમ્સમાં રોકાણ, કેપિટલ એક્સપેન્ડિચપ ખર્ચ અને સામાન્ય કોર્પોરેટ જરૂરિયાતોને પહોંચી વળવા માટે પણ કરવામાં આવશે.


ગ્રે માર્કેટમાં DCX સિસ્ટમના શેરનો રિસ્પોન્સ કેવો છે?


DCX સિસ્ટમ્સનો IPO ખુલે તે પહેલા જ તેના શેરને ગ્રે માર્કેટમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કંપનીના શેર રૂ. 88ના પ્રીમિયમ પર ટ્રેડ થાય છે, એટલે કે જો રોકાણકારોને અપર પ્રાઇસ બેન્ડમાં શેર ફાળવવામાં આવે તો રૂ. 88ના પ્રીમિયમ પર લિસ્ટિંગ કરવાથી શેર દીઠ રૂ. 88નો નફો મળી શકે છે. જો શેર 88 રૂપિયાના ન્યૂનતમ પ્રીમિયમ પર લિસ્ટેડ હોય તો તે  295 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે.


શું કરે છે કંપની


DCX સિસ્ટમ્સ કેબલ અને વાયર હાર્નેસ એસેમ્બલી ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. DCX સિસ્ટમ્સના શેર BSE અને NSE બંને પર લિસ્ટ થશે જે 11 નવેમ્બરે થાય તેવી આશા છે.


ડીસીએક્સ સિસ્ટમ્સ આઈપીઓ દ્વારા બજારમાંથી રૂ. 500 કરોડ એકત્ર કરવા જઈ રહી છે અને તેમાંથી રૂ. 400 કરોડ નવા ઈશ્યુ દ્વારા એકત્ર કરવામાં આવશે. જ્યારે કંપનીના પ્રમોટર્સ NCBG હોલ્ડિંગ્સ ઇન્ક અને VNG ટેકનોલોજી ઓફર ફોર સેલ દ્વારા તેમનો હિસ્સો વેચીને રૂ. 100 કરોડ એકત્ર કરશે.


છૂટક રોકાણકારો માટે 10% ક્વોટા


IPOમાં સંસ્થાકીય રોકાણકારો માટે 75 ટકા ક્વોટા આરક્ષિત રાખવામાં આવ્યો છે. બિન-સંસ્થાકીય રોકાણકારો માટે 15 ટકા અને છૂટક રોકાણકારો માટે 10 ટકા ક્વોટા રાખવામાં આવ્યો છે. રોકાણકારો ઓછામાં ઓછા 72 શેર માટે અરજી કરી શકે છે અને આ માટેનો ન્યૂનતમ ખર્ચ રૂ. 14,904 છે.