DA calculation formula: કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને કામદારોના સંઘે સરકારને કર્મચારીઓ અને પેન્શનરો માટે DA(મોંઘવારી ભથ્થા) કેલક્યુલેશન ફોર્મ્યુલા બદલવાની અપીલ કરી છે જેથી કરીને દર ત્રણ મહિને મોંઘવારી પ્રમાણે ભથ્થું આપી શકાય. કેન્દ્રીય કેબિનેટ સચિવને લખેલા પત્રમાં, સંઘના મહાસચિવ એસ.બી. યાદવે અનુક્રમે કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) ના કેલક્યુલેશનમાં સુધારો કરવા વિનંતી કરી છે.

Continues below advertisement

DA કેલક્યુલેશન પદ્ધતિમાં છે અસમાનતા 

આ પત્રમાં વિવિધ વિભાગોમાં કામ કરતા સરકારી કર્મચારીઓની DA કેલક્યુલેશન પદ્ધતિમાં અસમાનતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સરકારી બેંકો સહિત અન્ય જાહેર ક્ષેત્રના એકમોમાં કામ કરતા કર્મચારીઓ માટે DA કેલક્યુલેશન ફોર્મ્યુલા કેન્દ્ર સરકારના અન્ય વિભાગોમાં કામ કરતા કર્મચારીઓ માટે DA કેલક્યુલેશન ફોર્મ્યુલાથી અલગ છે. ફેડરેશને સૂચન કર્યું હતું કે 12-મહિનાની સરેરાશને ત્રણ મહિનાની સરેરાશથી બદલવી જોઈએ. એટલે કે મોંઘવારી ભથ્થામાં ફેરફાર કરવામાં આવે જેથી જાહેર ક્ષેત્ર અને બેંકોમાં કામ કરતા કર્મચારીઓની જેમ અન્ય વિભાગોના કર્મચારીઓને પણ દર ત્રણ મહિને વાસ્તવિક ભાવ વધારા મુજબ વળતર મળે.

Continues below advertisement

પીએસયૂ કર્મચારીઓ અને અન્ય કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે DA કેલક્યુલેશન ફોર્મ્યુલા 

DA = {(છેલ્લા 12 મહિના માટે AICPI (આધાર વર્ષ 2016=100) ની સરેરાશ – 115.76)/115.76 } x 100

જાહેર ક્ષેત્રના કર્મચારીઓ માટે

DA = { (છેલ્લા 3 મહિના માટે AICPI (આધાર વર્ષ 2001=100)ની સરેરાશ - 126.33)/126.33 } x 100

કેલક્યુલેશનની પદ્ધતિમાં સમાનતા લાવવા પર ભાર મૂકતા પત્રમાં લખવામાં આવ્યું છે કે બેંકિંગ કર્મચારીઓના DA દર ત્રણ મહિને બદલવામાં આવે છે. આ રીતે કેન્દ્ર સરકારના કર્મચારીઓને છ મહિના સુધી 0.9 ટકા DAથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. જે રીતે બેંક અને એલઆઈસીના કર્મચારીઓ પોઈન્ટ-ટુ-પોઈન્ટ DA મેળવે છે, એ જ રીતે અમને પણ DA મળવું જોઈએ.

'DA/DR'ની ગણતરી માટે કેલક્યુલેશન બદલવાની માંગ

કેન્દ્રીય બજેટ પહેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓએ કેબિનેટ સચિવને પત્ર લખીને નવી માંગણીઓ રજૂ કરી હતી. પત્રમાં, કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને કામદારોના સંઘના મહાસચિવ એસબી યાદવે મોંઘવારી ભથ્થા/મોંઘવારી રાહત એટલે કે 'DA/DR'ની ગણતરી માટે કેલક્યુલેશન બદલવાની માંગ કરી છે.

8th Pay Commission : 8મા પગાર પંચમાં લઘુત્તમ પગાર કેટલો હશે, કેવી રીતે થશે ગણતરી, જાણો વિગતો