DGCA Ban on Spicejet:  ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ સ્પાઈસજેટ પર લાદવામાં આવેલા પ્રતિબંધને 29 ઓક્ટોબર સુધી લંબાવ્યો છે. એરલાઇન્સ હવે 29 ઓક્ટોબર, 2022 સુધી 50 ટકા ફ્લાઇટ્સ સાથે સંચાલન કરશે. તેની સાથે જ ડીજીસીએએ નોંધ્યું હતું કે સુરક્ષાની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.






27 જુલાઈના રોજ DGCA એ સ્પાઈસ જેટ એરક્રાફ્ટની વારંવારની ટેકનિકલ ખામીઓને કારણે કાર્યવાહી કરતા 8 અઠવાડિયા માટે 50 ટકા ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. ડીજીસીએએ કહ્યું હતું કે આ 8 અઠવાડિયા સુધી એરલાઈન્સને વધારાની દેખરેખ હેઠળ રાખવામાં આવશે.


કંપની માત્ર 50 પ્લેનથી ઓપરેટ કરી રહી છે


આદેશ જાહેર કરતી વખતે ડીજીસીએએ કહ્યું હતું કે જો સ્પાઇસજેટ એરલાઇન ભવિષ્યમાં 50 ટકાથી વધુ ફ્લાઇટ્સ ઇચ્છે છે તો તેણે સાબિત કરવું પડશે કે તેની પાસે આ વધારાનો ભાર વહન કરવાની ક્ષમતા છે. સ્પાઇસજેટ કંપની પાસે કુલ 90 એરક્રાફ્ટ છે. જોકે ડીજીસીએના આદેશ બાદ કંપની માત્ર 50 એરક્રાફ્ટ ઓપરેટ કરી શકે છે.


80 પાયલટોને રજા પર મોકલવામાં આવ્યા છે


આ નિર્ણયથી એરલાઈન કંપની સ્પાઈસ જેટની નાણાકીય સ્થિતિ પર પણ અસર પડી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીએ તેના 80 પાયલટોને પગાર વગર રજા પર મોકલી દીધા છે. હાલમાં જ સ્પાઇસજેટ પર DGCAની કડક કાર્યવાહી બાદ તેની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. સ્પાઈસજેટે 80 પાઈલટોને ત્રણ મહિના માટે પગાર વિના રજા પર મોકલવાનો નિર્ણય લીધો છે. સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે જે પાઇલોટ પગાર વિના રજા પર ગયા હતા તેમાંથી 40 પાઇલોટ વિમાન નંબર B737ના અને 40 પાઇલોટ Q400ના છે.


આ પણ વાંચોઃ


Teesta Setalvad case: તિસ્તા સેતલવાડ સામે SITએ ચાર્જશીટ કરી દાખલ, જાણો વિગત


Stock Market Closing: ફેડનો ફફડાટ, જાણો કેટલા પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયું શેરબજાર