Teesta Setalvad Case Update: સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ સામે SITએ ચાર્જશીટ દાખલ કરી છે. તિસ્તા પરના ગંભીર આરોપોના પુરાવા કોર્ટની સામે મૂકવામાં આવ્યા હતા. જે મુજબ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મૃત્યુદંડની સજા આપવા માટે એક ઊંડું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ કાવતરાના બે ચહેરા પૂર્વ IPS આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ હતા, જેઓ સમયાંતરે નકલી દસ્તાવેજો તૈયાર કરીને તિસ્તાને મોકલતા હતા.
પીડિત તિસ્તાને ટેકો ન આપે તો ડરાવાતા હતા
બનાવટી દસ્તાવેજો, બનાવટી એફિડેવિટ તૈયાર કરવામાં આવ્યા હતા, આ માટે વકીલોની ફોજ તૈયાર કરવામાં આવી હતી. પીડિતોને ગેરમાર્ગે દોરતી આવી મનઘડત વાર્તાઓ પર સહીઓ લેવામાં આવી હતી, જે થયું નથી. દસ્તાવેજો અંગ્રેજીમાં હતા અને તેથી પીડિતો શું લખ્યું છે તે જાણી શકતા હતા. જો કોઈ પીડિત તિસ્તાને ટેકો આપવા તૈયાર ન હોય તો તેને ડરાવવામાં આવતો હતો.
પૂર્વ આઈપીએસ આરબી શ્રીકુમારે સાક્ષીને આપી હતી ધમકી
પૂર્વ IPS આરબી શ્રી કુમારે એક સાક્ષીને ફોન કરીને ધમકી આપી હતી.તેમણે કહ્યું હતું કે તિસ્તા સાથે સમાધાન કરી લેજો.નહીંતર મુસ્લિમો તમારા વિરોધી બની જશે,તમે આતંકવાદીઓના નિશાન બનશો. પીડિતોને ગુજરાત બહાર અલગ-અલગ સ્થળોએ લઈ જવામાં આવ્યા હતા અને તેમની પીડાના નામે દાન એકત્ર કરવામાં આવ્યું હતું.
એસઆઈટીના જણાવ્યા અનુસાર, રમખાણ પીડિતોના કેમ્પમાં જઈને તિસ્તા અને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના કેટલાક નેતાઓને મળવાથી ગુજરાતમાં ન્યાય મળશે, આવી ભ્રામક વાતો કહીને ગુજરાત બહારની કોર્ટમાં મામલો લઈ જવા માટે ઉશ્કેરતા.
સોગંદનામું રજૂ ન કરતા વ્યક્તિનું કરાયું અપહરણ
તિસ્તા અને સંજીવ ભટ્ટ એકબીજાના સંપર્કમાં હતા, જ્યારે સંજીવ ભટ્ટ જાણીતા પત્રકારો, કેટલીક એનજીઓ અને ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતાના ઈમેલ દ્વારા સંપર્કમાં હતા. આ બધાને એમિકસ ક્યૂરીને પ્રભાવિત કરવા સમજાવવામાં આવ્યા હતા. અલગ-અલગ અરજીઓમાં ષડયંત્ર પૂર્ણ કરવાના હેતુથી કામ કર્યું અને દરેકને સતત ઈમેલ પણ કરતા રહ્યા. તિસ્તાના જણાવ્યા અનુસાર, એક સાક્ષી જેણે સોગંદનામું રજૂ કર્યું ન હતું તેનું પણ ભૂતપૂર્વ IPS સંજીવ ભટ્ટ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને બળજબરીથી નકલી સોગંદનામું કરાવ્યું હતું.
આ પણ વાંચોઃ