SBIની ધનતેરસ પર ઓફર, સોનાની ખરીદી પર 32 ટકા છૂટ મેળવો
abpasmita.in | 21 Oct 2019 10:40 PM (IST)
એસબીઆઇની ઓફર અનુસાર ધનતેરસના અવસર પર ગોલ્ડની ખરીદીમાં 32 ટકા સુધીની છૂટ મેળવી શકો છો.

નવી દિલ્હીઃ ધનતેરસના અવસર પર સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. આ અવસર પર ભારતીય પરિવાર જ્વેલેરીની ખરીદી કરતા હોય છે. જો તમે પણ ધનતેરસના દિવસે આભૂષણ ખરીદવાનું વિચારી રહ્યા છો તો ભારતીય સ્ટેટ બેન્ક શાનદાર ઓફર લઇને આવી છે. વાસ્તવમાં ફેસ્ટિવ સીઝન દરમિયાન બેન્ક અનેક પ્રકારની નવી સ્કીમ લઇને આવે છે. આ વખતે એસબીઆઇની ઓફર અનુસાર ધનતેરસના અવસર પર ગોલ્ડની ખરીદીમાં 32 ટકા સુધીની છૂટ મેળવી શકો છો. એસબીઆઇ તરફથી ફેસ્ટિવ ઓફર હેઠળ 30 ઓક્ટોબર સુધી સોનાની ખરીદી પર શાનદાર ઓફર આપવામાં આવી રહી છે. જો તમે આ છૂટનો લાભ ઉઠાવવા માંગો છો તો એસબીઆઇની YONO એપ મારફતે જ્વેલેરીની ખરીદી કરી શકો છો. આ દિવાળીના અવસર પર એસબીઆઇની YONO સેવા મારફતે સોનાની ખરીદદારી પર અલગ અલગ બ્રાન્ડ્સ પર અલગ અલગ છૂટ મળી રહી છે. તનિષ્ક ગોલ્ડની જ્વેલેરી ખરીદી પર તમને 1500 રૂપિયાની છૂટ મળી શકે છે. જ્યારે CANDERE અથવા કલ્યાણ જ્વેલર્સમાંથી સોનાની ખરીદી બાદ એસબીઆઇ યોનોથી પેમેન્ટ કરવા પર તમને 20 ટકા સુધીની છૂટ મળી શકે છે. જો તમે પીસીજે જ્વેલર્સને ત્યાંથી સોનું ખરીદશો તો તમને 32 ટકા સુધીની છૂટ મળી શકે છે.