PM Kisan Samman Nidhi: કેન્દ્ર સરકારે PM કિસાનના 10મા હપ્તાના પૈસા કરોડો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યા છે. જો તમારા ખાતામાં હજુ સુધી પૈસા આવ્યા નથી, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારે ફક્ત એક નંબર પર કૉલ કરવાનો છે અને તે કિસ્સામાં તમારા 10મા હપ્તાના નાણાં ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, પાત્ર ખેડૂતોને એક વર્ષમાં 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ ખેડૂતોને તેમના બેંક ખાતામાં 2,000 રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
કેન્દ્ર સરકારની સૌથી મોટી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાંથી અત્યાર સુધીમાં 12 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચી ગયા છે. જો આ યોજનાના પૈસા તમારા ખાતામાં નથી પહોંચ્યા, તો તમે હવે કેન્દ્રીય કૃષિ મંત્રાલયને ફરિયાદ કરી શકો છો.
આ નંબર પર કરો ફોન
તમે PM કિસાન ટોલ ફ્રી નંબર: 18001155266, PM કિસાન હેલ્પલાઈન નંબર: 155261, PM કિસાન લેન્ડલાઈન નંબર્સ: 011-23381092, 23382401, PM કિસાન નવી હેલ્પલાઈન: 011-24300606, PM કિસાન માટે હેલ્પલાઈન 011-24300606 અને 0120-6025109 પર કોલ કરી શકો છો. આ સિવાય તમે ઈ-મેલ આઈડી પર પણ સંપર્ક કરી શકો છો. આ માટે તમારે તમારી સમસ્યા pmkisan-ict@gov.in મેઇલ પર જણાવવી પડશે.
તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે ઓગસ્ટ 2021માં પીએમ કિસાનના 9મા હપ્તાના પૈસા ટ્રાન્સફર કર્યા હતા. આ નવા હપ્તા સાથે, યોજના હેઠળ આપવામાં આવેલી કુલ રકમ આશરે રૂ. 1.8 લાખ કરોડ ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ યોજનાની જાહેરાત સરકારે બજેટ 2019માં કરી હતી.