Download aadhar card: આધાર કાર્ડ આપણી બધાની પાસે હોય છે. હાલમાં આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે. આધાર કાર્ડની ગમે ત્યારે જરૂર પડી શકે છે. આજકાલ દરેક વ્યક્તિ પોતાની પાસે આધાર કાર્ડ રાખે છે. જો તમે તેને હંમેશા તમારા ખિસ્સામાં રાખો તો તે ખોવાઈ પણ શકે છે. જો તમારું આધાર ખોવાઈ જાય તો તમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આધાર કાર્ડ વગર ઘણા કામ અટકી પણ શકે છે. જો તમારી સાથે પણ આવું થાય છે, તો તમે સરળતાથી આધારને ફરીથી ડાઉનલોડ કરી શકો છો. આ કામ ઓનલાઈન થઈ શકે છે. નવુ આધારા કાર્ડ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. તમને  જણાવી એ  કે તમે કેવી રીતે સરળતાથી આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
 
આધાર કાર્ડ ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું



  • સૌ પ્રથમ તમારે આધારની સત્તાવાર વેબસાઈટ https://myaadhaar.uidai.gov.in/genricDownloadAadhaar પર જવું પડશે. 

  • પછી અહીં તમારે Download Aadhaar પર ક્લિક કરવાનું રહેશે. 

  • આ પછી તમારે આધાર નંબરના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. 

  • આ પછી તમારે તમારો 12 અંકનો આધાર નંબર નાખવો પડશે. 

  • ત્યારબાદ તમારે સિક્યોરિટી કોડ નાખવો પડશે અને Send OTP પર ટેપ કરવું પડશે. 

  • આ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે, તેને એન્ટર કરો. 

  • હવે જો તમે માસ્ક આધાર  ડાઉનલોડ કરવા માંગો છો, તો પછી "Do you want a masked Aadhaar" વિકલ્પ પર ક્લિક કરો. 

  • OTP દાખલ કર્યા પછી, તમારે વેરિફાઈ અને ડાઉનલોડ પર ક્લિક કરવાનું રહેશે. 

  • આ પછી તમને આધાર કાર્ડ ડાઉનલોડ કરવાનો મેસેજ મળશે. 

  • હવે આધાર કાર્ડ ડાઉનલોડ થશે જેમાં પાસવર્ડ હશે. આ પાસવર્ડ છે - આધારમાં તમારા નામના પ્રથમ 4 અક્ષરો (કેપિટલ અક્ષરોમાં) અને તમારું જન્મ વર્ષ.
     
    ઉદાહરણ: જો તમારું નામ મનિષ છે અને તમારો જન્મ વર્ષ 1960 છે તો તમારો પાસવર્ડ MANI1960 હશે. 


તો તમે જોયું હશે કે તમારા ફોન કે લેપટોપમાં આધાર કાર્ડ ડાઉનલોડ કરવું કેટલું સરળ છે. તેથી જો તમે પણ આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માંગતા હોવ તો તમે આ પદ્ધતિને અનુસરી શકો છો. 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial