e-filing ITR: ઇન્કમટેક્સ વિભાગ કરદાતાઓને મદદ કરવા માટે નવા નવા ફીચર રજૂ કરતો રહે છે. રિટર્ન ફાઇલિંગના આ નવા સત્રમાં આવકવેરા વિભાગે વધુ એક નવા ફીચરની શરૂઆત કરી હતી. આ ફીચર કરદાતાઓને વિભાગ તરફથી મળેલી નોટિસને એક જ ક્લિકમાં ટ્રેક કરવા સક્ષમ બનાવશે.
અહીં પોર્ટલ પર સુવિધા ઉપલબ્ધ થશે
આવકવેરા વિભાગનું આ નવું ફીચર ઈ-પ્રોસિડિંગ્સ સેક્શનમાં (e-Proceedings) ઉમેરવામાં આવ્યું છે. આ નવા ટેબ પર ક્લિક કરીને યુઝર્સ એક જ જગ્યાએ તમામ પેન્ડિંગ ટેક્સ પ્રોસીડિંગને ટ્રેક કરી શકશે. આવકવેરા વિભાગ તરફથી કરદાતાને મળેલા તમામ પત્રો અને નોટિસ આ સિંગલ ટેબમાં ઉપલબ્ધ હશે. તેમને સર્ચ કરવા માટે સર્ચ ઓપ્શન પણ આપવામાં આવ્યો છે.
આ માહિતી FAQ માં આપવામાં આવી છે
આવકવેરા વિભાગે FAQમાં પણ આ નવા ફીચર અંગે જાણકારી આપી છે. વિભાગે FAQ માં આ વિશે જણાવ્યું છે કે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ ઈ-પ્રોસિડિંગ ટેબ આવકવેરા વિભાગ તરફથી આપવામાં આવેલી તમામ નોટિસ,ઇન્ટિમેશન અને લેટર પર ઈલેક્ટ્રોનિકલી રિસ્પોન્ડ કરવાનો એક સરળ રસ્તો છે.
આવકવેરા પોર્ટલના આ નવા ટેબમાં જે કોમ્યુનિકેશન્સની જાણકારી મળશે તે આ પ્રકારે છે
સેક્શન 139(9) હેઠળ ડિફેક્ટિવ નોટિસ
સેક્શન 245 હેઠળની માહિતી – ડિમાન્ડના અગેન્સ્ટ એડજસ્ટમેન્ટ
કલમ 143(1)(a) હેઠળ પ્રથમદર્શી એડજસ્ટમેન્ટ
કલમ 154 હેઠળ સુઓ-મોટો કરેક્શન
અસેન્સિંગ ઓફિસર અથવા અન્ય કોઈપણ આવકવેરા સત્તાધિકારી દ્વારા જાહેર કરાયેલ નોટિસ
સ્પષ્ટીકરણ માટે માંગવામાં આવનારા કમ્યુનિકેશન
વધુમાં નોંધાયેલ યુઝર્સ ઉપર સૂચિબદ્ધ કોઈપણ નોટિસ/માહિતી/પત્રનો જવાબ આપવા માટે અધિકૃત પ્રતિનિધિને ઉમેરી અથવા દૂર કરી શકે છે.
ટેક્સ વિભાગને આ આશા છે
આવકવેરા વિભાગનું કહેવું છે કે પોર્ટલ પર દાખલ કરવામાં આવેલા આ નવા ફીચરથી કરદાતા પરના કમ્પલાયન્સનો બોજ ઘટાડશે. તેમને દરેક કામ માટે ઈન્કમટેક્સ ઓફિસ જવાની જરૂર નહીં પડે. આ ઉપરાંત, કરદાતાઓ માટે આવકવેરા નોટિસ સહિત વિભાગ દ્વારા મોકલવામાં આવતી અન્ય વિવિધ સંદેશાવ્યવહાર પર નજર રાખવાનું અનુકૂળ રહેશે.