ED Action Against Nirav Modi: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે જણાવ્યું હતું કે તેણે ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદી સાથે જોડાયેલી કંપનીઓની કુલ રૂ. 253.62 કરોડની સંપત્તિ જપ્ત કરી છે, જેમાં જેમ્સ, જ્વેલરી અને બેંક ડિપોઝિટનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ તમામ જંગમ સંપત્તિ હોંગકોંગમાં હતી અને મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે જપ્ત કરવામાં આવી હતી. નિવેદન અનુસાર, હોંગકોંગમાં નીરવ મોદી જૂથની કેટલીક સંપત્તિઓની ઓળખ રત્ન અને જ્વેલરી રુપમાં કરવામાં આવી છે. આ સાથે ત્યાંના બેંક ખાતાઓમાં કેટલી રકમ રાખવામાં આવી છે તેની પણ જાણકારી મળી હતી.
ઇડીના જણાવ્યા અનુસાર પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. 14,000 કરોડની છેતરપિંડીના કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી.
નીરવ (50) હાલમાં યુકેની જેલમાં કેદ છે
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ અસ્થાયી રૂપે જપ્ત કરવામાં આવ્યા છે. નીરવ (50) હાલમાં યુકેની જેલમાં કેદ છે. પંજાબ નેશનલ બેંકના 2 અબજ ડોલરના છેતરપિંડી કેસમાં તે મુખ્ય આરોપી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) આ કેસની તપાસ કરી રહી છે.
નીરવ મોદી યુકેની જેલમાં બંધ છે
50 વર્ષીય નીરવ મોદી હાલમાં યુકેની જેલમાં બંધ છે. ED મુજબ, તેણે PNB બેન્ક છેતરપિંડી કેસમાં 6,498.20 કરોડના કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002 (PMLA)ના મુજબ તપાસ શરૂ કરી હતી.
નીરવ મોદી વિરુદ્ધ પ્રત્યાર્પણનો કેસ ચાલી રહ્યો છે
હોંગકોંગમાં નીરવ મોદીની માલિકીની ગ્રૂપની કંપનીઓની કેટલીક સંપત્તિઓ જેમાં ખાનગી તિજોરીઓમાં રહેલા દાગીના અને ત્યાંની બેન્કોમાં જમા થાપણોને ઓળખી કાઢવામાં આવ્યા હતા, જેમાંથી ઉપાડ પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મૂકી ટાંચમાં લેવાયા છે. હાલ લંડનની કોર્ટમાં ભાગેડુ લોન ડિફોલ્ટર નીરવ મોદી વિરુદ્ધ પ્રત્યાર્પણનો કેસ ચાલી રહ્યો છે.