Mother Dairy Cuts Edible Oil Prices: મોંઘા ખાદ્ય તેલની કિંમતમાં સામાન્ય લોકોને મોટી રાહત મળી છે. ધારા બ્રાન્ડના નામથી ખાદ્યતેલનું વેચાણ કરતી મધર ડેરીએ ખાદ્ય તેલની MRPમાં 15 થી 20 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આગામી સપ્તાહે બજારમાં નવો સ્ટોક આવશે ત્યારે લોકોને છૂટક બજારમાં સસ્તુ ખાદ્યતેલ મળી શકશે.


મંગળવારે, ખાદ્ય મંત્રાલયે ખાદ્ય તેલ એસોસિએશન (SEA) ને ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો કરવાનો નિર્દેશ આપ્યો હતો, ત્યારબાદ માડે ડેરીએ ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો કર્યો છે. મધર ડેરીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં ઘટાડો અને સ્થાનિક પાકના વધુ સારા ઉત્પાદન પછી, ધારાના ખાદ્ય તેલના તમામ પ્રકારોના ભાવમાં 15 થી 20 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઘટાડો સોયાબીન તેલ, રાઇસ બ્રાન તેલ, સૂર્યમુખી તેલ, સીંગદાણા તેલના ભાવમાં કરવામાં આવ્યો છે.


ધારા રિફાઈન્ડ સોયાબીન ઓઈલના એક લીટર પોલીપેકના ભાવ રૂ. 170 થી ઘટાડીને રૂ. 150 કરવામાં આવ્યા છે. રાઇસ બ્રાન ઓઇલની કિંમત 190 રૂપિયાથી ઘટાડીને 179 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે. ધારાના સૂર્યમુખી તેલની કિંમત 175 રૂપિયાથી ઘટાડીને 160 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે. સીંગતેલની કિંમત 255 રૂપિયાથી ઘટાડીને 240 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે.


સોલવન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ તેના સભ્યોને છેલ્લા ત્રણ મહિનામાં ભાવ ઘટાડા અંગેની વિગતો ખાદ્ય મંત્રાલયને સબમિટ કરવા માટે પણ કહ્યું છે. અગાઉ, ખાદ્ય પુરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રાલયે ખાદ્ય તેલ બનાવતી કંપનીઓને ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો કરવા જણાવ્યું હતું. મંત્રાલયનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં ઘટાડો થવા છતાં તેલના ભાવમાં પેકેજ્ડ ફૂડના ભાવ જેટલો ઘટાડો થયો નથી. સરકારે સેલવેન્ટ એક્સટ્રેક્ટ એસોસિએશનના સભ્યોને ખાદ્ય તેલની એમઆરપી ઘટાડવા જણાવ્યું હતું જેથી ગ્રાહકોને રાહત મળી શકે.


એક વર્ષમાં ભાવમાં ઘટાડો


ગ્રાહક બાબતોના મંત્રાલયના ડેટા અનુસાર, 2 મે, 2022ના રોજ સીંગદાણાનું તેલ 185.46 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ હતું, જે એક વર્ષ પછી 189.95 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે. એક વર્ષ પહેલા પેક્ડ સરસવનું તેલ 184.95 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ હતું, જે હવે 151.26 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે. એક વર્ષ પહેલા પેક્ડ પામ ઓઈલ રૂ. 157.69 પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ હતું, જે હવે રૂ. 110.45 પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે. સૂર્યમુખી તેલ 190 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતું હતું જે હવે 145.12 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે.