ન્યૂયોર્કઃ ટેસ્લા ભારતમાં ત્યાં સુધી કાર નહી બનાવે જ્યાં સુધી તેને બજારમાં કાર વેચવાની મંજૂરી આપવામાં નહીં આવે. એલન મસ્કે ભારતમાં ટેસ્લા કારના ઉત્પાદન અંગે ટ્વિટર પર એક યુઝર્સે પૂછેલા સવાલના જવાબમાં આ વાત કરી હતી.
તેમણે કહ્યું કે ટેસ્લાનો પ્લાન્ટ ત્યારે જ શરૂ કરવામાં આવશે જ્યાં સુધી પહેલા તેને કાર વેચવા અને સર્વિસ કરવાની મંજૂરી આપવામા આવશે. વાસ્તવમાં ટ્વિટર યુઝરે એલન મસ્કને સવાલ કર્યો હતો કે ભારતમાં સ્ટારલિંક પ્રોજેક્ટ ક્યારે શરૂ થશે. જેના જવાબમાં એલન મસ્કે કહ્યું કે તેઓ હજુ પણ સરકારની પરવાનગીની રાહ જોઈ રહ્યા છે.
ટેસ્લાએ ભારતીય બજારમાં પ્રવેશવાની તેની યોજનાને અસ્થાયી રૂપે અટકાવી દીધી છે. અન્ય એક યુઝરે પૂછ્યું કે શું ટેસ્લા આગામી દિવસોમાં ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાનું વિચારી રહી છે. જેના જવાબમાં એલન મસ્કે કહ્યું કે ટેસ્લા એવી કોઈ જગ્યાએ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે નહીં જ્યાં તેને પહેલાં કાર વેચવાની અને સર્વિસ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
આ ટ્વીટ પછી કેટલાક યુઝર્સે વધુ સવાલો પૂછ્યા હતા. જેના જવાબમાં મસ્કે જણાવ્યું કે તેમની ભવિષ્યની યોજના શું છે. અન્ય એક વ્યક્તિએ એલન મસ્કને પૂછ્યું કે ભારતમાં તેમના પ્રોજેક્ટ સ્ટારલિંકના ઉપયોગ અંગે શું અપડેટ છે. જેના જવાબમાં મસ્કે કહ્યું કે તેઓ હજુ પણ સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે.
ટેસ્લા કારની રાહ જોઈ રહેલા લોકો નિરાશ થયા
હાલમાં જ મસ્કે ટ્વિટ કરીને લખ્યું હતું કે સ્ટારલિંકને નાઈજીરિયા અને મોઝામ્બિકની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય ફિલિપાઈન્સની સરકારે પણ સ્ટારલિંકને મંજૂરી આપી છે. જોકે, ઘણા મહિનાઓથી એલન મસ્ક ભારતમાં પોતાનો બિઝનેસ ક્યારે શરૂ કરશે તેની ચર્ચા ચાલી રહી છે. હવે આ જવાબો પછી ભારતમાં ટેસ્લાની રાહ જોતા લોકો નિરાશ થયા હતા.