Elon Musk Selling Twitter Items: એક સમયે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ ગણાતા ઈલોન મસ્ક ટ્વિટરને ખરીદ્યા બાદ ભારે ખોટમાં છે. હાલત એવી છે કે તે ટ્વિટર ઓફિસ અને પ્લેનનું ભાડું ચૂકવવામાં અસમર્થ છે. જેના કારણે ટ્વિટર ઓફિસમાં રહેલા સામાન વેચવાનો સમય આવ્યો છે. ટ્વિટરની ઓફિસમાંથી 631 વસ્તુઓની હરાજી કરવામાં આવી રહી છે. હેરિટેજ ગ્લોબલ પાર્ટનર્સ ઇન્ક દ્વારા આ હરાજી 27 કલાક માટે ઓનલાઈન કરવામાં આવી રહી છે.


એક સમયે $340 બિલિયનની સંપત્તિ ધરાવતા ઈલોન મસ્કનું વર્ષ સારું રહ્યું નથી. મસ્કને $200નું નુકસાન થયું છે. જયારે ટ્વિટરને $44 બિલિયનમાં ખરીદ્યા બાદ ઈલોન મસ્કની મુશ્કેલીઓ વધી ગઈ છે. ટ્વિટરના નુકસાનને સરભર કરવા માટે ઈલોન મસ્કે સૌપ્રથમ કર્મચારીઓની છટણી કરી. ત્યાર બાદ કર્મચારીઓને અપાતી સુવિધાઓમાં કાપ મૂક્યો અને હવે તેઓ માલ-સામાનની હરાજી કરીને ખર્ચને સરભર કરી રહ્યા છે.


બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર ટ્વિટર તેના સાન ફ્રાન્સિસ્કો હેડક્વાર્ટરથી સામાનના વેચાણ માટે હરાજી કરી રહ્યું છે. હેરિટેજ ગ્લોબલ પાર્ટનર્સ ઇન્ક દ્વારા આ 27 કલાકની હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે. આ હરાજીમાં મસ્ક ટ્વિટર સાથે જોડાયેલી ઘણી યાદગાર વસ્તુઓ વેચી રહી છે.






ઈલોન મસ્ક ટેબલ-ખુરશી, ટીવી-ફ્રિજ જેવી વસ્તુઓ વેચવા લાગ્યા


વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ ઈલોન મસ્ક 631 વસ્તુઓની હરાજી કરી રહ્યા છે. જેમાં વ્હાઈટ બોર્ડ, ડેસ્ક, ટેબલ, ખુરશીઓ, KN95ના 100થી વધુ બોક્સ, ડિઝાઇનર ખુરશીઓ, કોફી મશીનો, iMacs, સટેશનરી બાઇક સ્ટેશન અને ઉપકરણોના ચાર્જિંગ મશીનો વગેરેનો સમાવેશ થાય છે.


કંપનીના મેમોરેબિલિઆને વેચાણમાં બિડ મળી


હરાજીમાં પહેલાથી જ સમાવિષ્ટ કંપનીની યાદગાર વસ્તુઓમાં ટ્વિટર બર્ડની મોટી પ્રતિમા અને "@" પ્રતીક શિલ્પ પ્લાન્ટરનો સમાવેશ થાય છે. નિયોન લોગોને $17,500ની કિંમતની 64 બિડ મળી હતી. ટ્વિટર સ્ટેચ્યુની 55 બિડ હતી, જે તેની કિંમત $16,000 હતી, જ્યારે "@" પ્રતિમાને તેની $4,100 કિંમત માટે 52 બિડ મળી હતી.


આયોજકોએ કહ્યું હતું કે, આ હરાજીનો અર્થ એ નથી કે કંપનીના વેચાણનો હેતુ ટ્વિટરની નાણાકીય સ્થિતિને વધારવાનો છે. હેરિટેજ ગ્લોબલ પાર્ટનર્સના પ્રતિનિધિએ ગયા મહિને ફોર્ચ્યુન મેગેઝિનને જણાવ્યું હતું કે, હરાજીને તેમની નાણાકીય પરિસ્થિતિ સાથે કોઈ લેવાદેવા નથી.