Stock Market Down: ચીન, જાપાન સહિત દુનિયાભરમાં કોરોનાનો કાળો પડછાયો છવાયેલો છે. કોરોનાની વધતી ઝડપની ચિંતા વચ્ચે ગયા સપ્તાહે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. રોકાણકારોને ભારે નુકસાન થયું હતું. ગયા અઠવાડિયે ભારતીય શેરબજારમાં રોકાણકારોએ 7 દિવસમાં 19 લાખ કરોડથી વધુનું નુકસાન કર્યું હતું. ઉપરાંત છેલ્લા ત્રણ મહિનામાં 8 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. હવે ટ્વિટરના માલિક ઇલોન મસ્કે રોકાણકારોને એક મોટી સલાહ આપી છે.
આ વર્ષે જ ઈલોન મસ્કે ટ્વિટર ઇન્કને $ 44 બિલિયન (ટ્વિટર ડીલ પ્રાઈસ)માં ખરીદ્યું હતું અને કંપની પર રહેલા $ 13 બિલિયનના દેવાને પણ ચુકતે કરી દીધું હતું. જો કે ત્યાર બાદ ટેસ્લાના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. ટ્વિટર ખરીદ્યા બાદ મસ્કે દેવું ચૂકવવા માટે ટેસ્લાના લગભગ $40 બિલિયન શેરનો નિકાલ કર્યો હતો.
મસ્કે રોકાણકારોને શું સલાહ આપી
ટેસ્લાના શેરના વેચાણ બાદ મસ્કે પુનરોચ્ચાર કર્યો કે, તે આ અઠવાડિયે શેરનું વેચાણ બંધ કરશે અને વિરામ બે વર્ષ કે તેથી વધુ સમય સુધી ટકી શકે છે. ઓલ-ઇન પોડકાસ્ટમા અબજોપતિએ રોકાણકારોને સલાહ આપતા કહ્યું હતું કે, હું ખરેખર લોકોને સલાહ આપીશ કે અસ્થિર શેરબજારમાં માર્જિન લોન ન લેવી કારણ કે, આ સ્થિતિમાં તમારી સમસ્યા વધી શકે છે. સાથે જ તેમણે કહ્યું હતું કે, તુટી રહેલા માર્કેટમાં કેટલીક નક્કર બાબતો પર ધ્યાન આપવું જોઈએ.
મસ્ક ટેસ્લાના શેર 18 થી 24 મહિના સુધી વેચશે નહીં
ઈલોન મસ્કે ટ્વિટર સ્પેસ ગ્રૂપ દરમિયાન જણાવ્યું હતું કે, તેઓ હજુ ટેસ્લાના શેર વેચવાનું નથી વિચારી રહ્યા. આગામી 18 થી 24 મહિના સુધી ટેસ્લાના કોઈપણ શેર વેચશે નહીં. નોંધપાત્ર રીતે વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિએ ગયા અઠવાડિયે 2.58 અબજ ડોલરના શેર વેચ્યા હતા. એપ્રિલથી ઈલોન મસ્કએ કુલ $23 બિલિયનના શેર વેચ્યા છે.
ટ્વિટરના નવા સીઈઓ માટે શોધી રહ્યાં છીએ
ઉલ્લેખનીય છે કે, ઈલોન મસ્ક ફરી એકવાર ટ્વિટરના પદ પરથી રાજીનામું આપીને ચર્ચામાં આવ્યા હતા. એવું પણ કહેવામાં આવે છે કે, તે ટ્વિટર માટે નવા CEOની શોધમાં છે અને ટૂંક સમયમાં ટ્વિટરને નવો CEO મળી શકે છે.