ખાનગી કંપનીઓ 9 કલાકનો પગાર આપીને કર્મચારીઓને 24 કલાક ફસાવવા માંગે છે. ઓફિસનો સમય પૂરો થવા છતાં લોકો તેમના કર્મચારીઓને ફોન કરીને નવું કામ કરવાનું કહેતા રહે છે. અહીં અનેક કંપનીઓ રજાના દિવસે પણ કામ માટે કર્મચારીને ઓફિસે બોલાવે છે. જેના કારણે કર્મચારીઓ રજા માણી શકતા નથી. કર્મચારીઓની આ સમસ્યાને જોતા એક કંપનીએ રજાના દિવસે કોલ મોકલવા પર દંડનો આદેશ જાહેર કર્યો છે.


જો બોસ કર્મચારીઓને રજાના દિવસે કામ માટે બોલાવે છે તો 1,00,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. ડ્રીમ 11 નામની કંપનીએ આ નવી પોલિસી લાગુ કરી છે. જેથી તેમના કર્મચારીઓ તેમની ઈચ્છા મુજબ રજાઓ માણી શકે. લોકો કંપનીની આ પોલિસીના ખૂબ વખાણ કરી રહ્યા છે.


રજાના દિવસે ઓફિસનું કામ કરાવશે તો દંડ ભરવો પડશે


એક કંપનીએ એવી રસપ્રદ નીતિ લાગુ કરી કે લોકો તેના વિશે સાંભળતા જ તેની પ્રશંસા કરી રહ્યા છે. મોટી કંપનીઓ તેમનો નફો જુએ છે. પરંતુ કર્મચારીઓ વિશે કોણ આટલું વિચારે છે. પરંતુ ડ્રીમ 11 નામની કંપની દ્વારા કર્મચારીઓના હિતમાં અમલમાં મુકવામાં આવેલી નીતિ હેઠળ જો કોઈ કર્મચારીને રજાના દિવસે કંપની તરફથી કામ માટે કોલ આવે તો તેને ₹1,00,000 સુધીનો દંડ ભરવો પડી શકે છે. તેની પાછળ કંપનીનો હેતુ એ છે કે તેના કર્મચારીઓ રજાના દિવસે સંપૂર્ણપણે હળવા રહે અને પરિવાર સાથે સમય પસાર કરે પરંતુ કંપની દ્વારા આપવામાં આવેલા કામમાં વ્યસ્ત ન રહો.


ડ્રીમ 11 કંપની એક  ફેન્ટસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ છે. જ્યાં આ નીતિને લાગુ કરાઇ છે. કર્મચારીઓની રજાઓનું રક્ષણ કરતી પોલિસીનું નામ છે 'અનપ્લગ પોલિસી' જેમાં રજાના દિવસે કર્મચારીને કંપની દ્વારા કોઈપણ રીતે હેરાન ન કરી શકાય. એટલે કે રજાના દિવસે દરેક કર્મચારી કંપનીમાંથી સંપૂર્ણપણે ફ્રી રહેશે. Dream 11 કંપનીએ LinkedIn પર આ નવી પોલિસીની જાહેરાત કરી છે. જે અંતર્ગત જો કોઈ વ્યક્તિ કંપની વતી કોઈ કર્મચારીને કામ માટે બોલાવે છે. ત્યારબાદ તેના પર આકરો દંડ ફટકારવામાં આવશે.


Elon Musk : એલન મસ્ક 'ભિખારી' થઈ ગ્યા! કર્મચારીઓ ઘરેથી જ ટોઈલેટ પેપર લાવવા મજબૂર


Elon Musk Twitter Employees : એક સમયે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિમાના એક એવા ટેસ્લા કંપનીના માલિકે જ્યારથી સોશિયલ મીડિયા માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર ખરીદી છે ત્યારથી તેઓ સતત વિવાદમાં સપડાતા રહે છે. ટ્વિટર ખરીદ્યા બાદ ઈલોન મસ્કની આર્થિક સ્થિતિ પણ ધીમે ધીમે ખરાબ થઈ રહી છે. જેથી તેમણે ટ્વિટરન્ના કર્મચારીઓને વિચિત્ર પ્રકારનો કહી શકાય તેવો આદેશ આપ્યો છે જેણે દુનિયાભરમાં ચર્ચા જગાડી છે. 


ઈલોન મસ્કે ટ્વિટરના ખર્ચનો બોજ ઓછો કરવા માટે પહેલા કર્મચારીઓની છટણી કરી હતી અને પછી ઓફિસમાંથી જ સામાન વેચવાનું શરૂ કર્યું છે. ટ્વિટરનો ખર્ચ ઘટાડવા માટે મસ્ક હવે હદ વટાવી ચૂક્યા છે. ઈલોન મસ્કે ખર્ચ ઘટાડવા માટે ઓફિસમાં ટોયલેટ પેપરની સુવિધા જ બંધ કરી દીધી છે. હવે સ્થિતિ એવી સર્જાઈ છે કે, કર્મચારીઓને ટોઇલેટ પેપર પણ ઘરેથી જ લઇને ઓફિસ આવવું પડી રહ્યું છે