EPFO Alert for 6 Crore PF Account Holders : દેશમાં મોટા ભાગના નોકરી કરનારા લોકોને તેમના પગારનો કેટલોક ભાગ કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા એટલે કે EPFOના ખાતામાં જમા કરાવે છે. પરંતુ આ પૈસા પર પણ ઓનલઈને ફ્રોડ કે ચોરીનો ખતરો ઉભો થયો છે. જેને ધ્યાનમાં રાખી ઈપીએફઓ એકાઉન્ટ ધારકોને સાઈબર અપરાધથી સુરક્ષિત રાખવા માટે ઈપીએફઓને એલર્ટ આપ્યું છે.


ઈપીએફઓએ ચેતવણી આપી છે કે, જો તમે પણ નોકરી કરતા લોકોમાં શામેલ હોય અને ઈપીએફઓ સભ્ય હોવ તો તમારા માટે આ સમાચાર ખૂબ જ જરૂરી છે. EPFOએ પોતાના સબસ્ક્રાઇબર્સને સતર્ક કરી દીધા છે. દેશમાં વધતા જતા ડિજિટલાઇઝેશનના સમયમાં સાઇબર અપરાધના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આજકાલ સાઈબર ગુનેગારો લોકોને EPFOના નામ પર ફ્રોડ કોલ કરીને પોતાનો શિકાર બનાવી રહ્યાં છે. 


ઈપીએફઓ દ્વારા ટ્વિટ કરીને પોતાના એકાઉન્ટધારકોને માહિતી આપવામાં આવી છે કે તે તેના મેંમ્બરસને ફોન કે પછી મેસેજ કરીને તેમની પર્સનલ માહિતી ક્યારેય માંગતુ નથી. જેથી સાવચેતે કરવામાં આવે છે કે, કોઈ પણ ખાતાધારક પોતાની ખાનગી માહિતી જેવા કે આધાર કાર્ડ નંબર, પેન નંબર, UAN નંબર, બેંક એકાઉન્ટ જેવી કોઈ માહિતી અથવા કોઈપણ ઓટીપી કોઈની સાથે શેર ના કરો. આ સાથે જ આ ઈપીએફઓએ ખાતાધારકોને આ ઈન્ફોર્મેશન ઓનલાઈન સોશિયલ મીડિયા પર શેર કરવાની મનાઈ ફરમાવી દીધી છે.


ધ્યાન રાખો કે તમારી બેંકિંગ વિગતો પણ કોઈપણ સાથે સમજ્યા કે વિચાર્યા વિના શેર ના કરો. આમ કરવા પર તમે ફૉડનો શિકાર બની શકો છે.


ઉલ્લેખનીય છે કે, દેશમાં ઈપીએફઓ એકાઉન્ટ ધારકોની સંખ્યા અધધ 6 કરોડ જેટલી થાય છે. જેથી આ તમામ ખાતાધારકો પર ઓનલાઈન ફ્રોડ થવાનો ખતરો મંડરાવવા લાગ્યો છે. એક નાની અમથી ભુલ પણ ઈપીએફઓ એકાઉન્ટ ધારકોને મસમોટું નુંકશાન પહોંચાડી શકે છે. 


EPFO Insurance: EPFOમાં મળે છે Life Insurance, જાણો શું છે યોજના અને તેના ફાયદાઓ?


EPFO ​​તેના નોંધાયેલા કર્મચારીઓને જીવન વીમા કવચ આપે છે. ઘણા લોકો આ વિશે જાણતા નથી જેના કારણે તેઓ તેનો લાભ લઈ શકતા નથી. ઉલ્લેખનીય છે કે  EPFO ​​કર્મચારીઓને ગ્રેચ્યુઈટી અને પેન્શનની સાથે Insurance કવચ પણ આપે છે.


ક્યારે મળે છે Insurance?


EPFOમાં કર્મચારીઓને 1976 થી વીમા કવચ આપવામાં આવી રહ્યું છે પરંતુ માહિતીના અભાવે ઘણા લોકો તેને જાણતા નથી. આજે અમે તમને EPFO ​​દ્વારા આપવામાં આવેલા આ વીમા કવર અને તેનાથી સંબંધિત નિયમો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.