EPFO Payroll Data: એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ ઓગસ્ટ, 2023 માં કુલ 16.99 લાખ મેમ્બર્સ જોડ્યા હતા. નિયમિત પગાર પર નોકરી મેળવનારાઓ વિશે શુક્રવારે જાહેર કરાયેલા પેરોલ ડેટામાં આ માહિતી આપવામાં આવી હતી. શ્રમ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આંકડાઓની વાર્ષિક ધોરણે સરખામણી કરવામાં પર ઓગસ્ટ 2022ની સરખામણીમાં આ વર્ષે નેટ સભ્યોની સંખ્યામાં થોડો વધારો જોવા મળ્યો હતો.
ઓગસ્ટ, 2022ની સરખામણીમાં નેટ સભ્યોમાં થોડો વધારો
આજે જાહેર કરાયેલા EPFOના પ્રોવિઝનલ પેરોલ ડેટા દર્શાવે છે કે EPFOએ ઓગસ્ટ, 2023 મહિનામાં 16.99 લાખ સભ્યો જોડ્યા હતા. ઓગસ્ટ, 2022માં ગયા વર્ષની સરખામણીમાં નેટ સભ્યોમાં થોડો વધારો દર્શાવે છે. ડેટા દર્શાવે છે કે 3210 સંસ્થાઓએ મહિના દરમિયાન તેમનો પહેલો ECR મોકલીને તેમના કર્મચારીઓને EPFOનું સામાજિક સુરક્ષા કવચ વધાર્યું છે.
3.43 લાખ મહિલા સભ્યો EPFOના શેરધારકો
પેરોલ ડેટાનું જેન્ડર પ્રમાણે વિશ્લેષણ દર્શાવે છે કે મહિના દરમિયાન જોડાયેલા કુલ 9.26 લાખ નવા સભ્યોમાંથી લગભગ 2.44 લાખ નવા સભ્યો મહિલાઓ છે, જેઓ પ્રથમ વખત EPFO સાથે જોડાઈ રહ્યા છે. ઉપરાંત, મહિના દરમિયાન મહિલા મેમ્બર્સની હિસ્સેદારી આશરે 3.43 લાખ રહી હતી.
3210 સંસ્થાઓએ તેમની પ્રથમ ECR ફાઇલ કરી
મહિના દરમિયાન 3210 સંસ્થાઓએ તેમના કર્મચારીઓને તેમની પ્રથમ ECR સબમિટ કરીને EPFOની સામાજિક સુરક્ષા યોજનાના દાયરામાં લાવ્યા છે. EPFOમાં જોડાનાર 18-25 વર્ષની વયજૂથના યુવાનોનો હિસ્સો કુલ નવા સભ્યોમાં 58.36 ટકા છે. આ દર્શાવે છે કે મોટા ભાગના પ્રથમ વખત નોકરી મેળવનારા યુવાઓ સંગઠિત ક્ષેત્રમાં જોડાઈ રહ્યા છે.
11.88 લાખ સભ્યો EPFOમાં ફરીથી જોડાયા
નિયમિત પગાર પર નોકરી મેળવનારાઓનો ડેટા દર્શાવે છે કે લગભગ 11.88 લાખ સભ્યો EPFOમાં ફરી જોડાયા છે. આ દર વાર્ષિક ધોરણે 10.13 ટકા વધ્યો છે. આ સભ્યોએ તેમની નોકરી બદલી અને EPFO હેઠળની સંસ્થાઓમાં ફરી જોડાયા. ઉપરાંત, તેઓએ અંતિમ સમાધાન માટે અરજી કરવાને બદલે તેમની થાપણો ટ્રાન્સફર કરવાનું પસંદ કર્યું હતું.
મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, ગુજરાત અને હરિયાણામાં સૌથી વધુ મેમ્બર્સ
આંકડાઓ અનુસાર, છેલ્લા બે મહિનામાં EPFOમાંથી બહાર નીકળનારા સભ્યોની સંખ્યામાં સતત ઘટાડો થયો છે. રાજ્યવાર વિશ્લેષણ કરીએ તો મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, ગુજરાત અને હરિયાણામાં સૌથી વધુ મેમ્બર્સ જોડાયા છે. આ રાજ્યોમાં ઓગસ્ટમાં સંયુક્ત રીતે 9.96 લાખ સભ્યો વધ્યા છે, જે કુલ નવા સભ્યોના 58.64 ટકા છે.