EPFO: EPFO નોકરી કરતા લોકોના પગારમાંથી થોડા પૈસા કાપે છે. જે કપાયેલી રકમ તેમને નિવૃત્તિ બાદ એકસાથે મળે છે. પરંતુ કદાચ જ લોકો જાણતા હશે કે આ સ્કીમમાં પ્રોવિડન્ટ ફંડની સાથે તેમની નોકરી પછીનું પેન્શન પણ સામેલ કરી શકાય છે. જો નોકરી દરમિયાન અથવા નિવૃત્તિ પછી મૃત્યુ થાય છે તો આ પૈસા નોમિનીને મળે છે. જો કે તેની રકમ અડધી હોય છે. EPFO સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેના ખાતાધારકોને વધુ પેન્શન મેળવવાની તક આપી છે. આ લેતા પહેલા તમારે તેના ફાયદા અને ગેરફાયદાને જાણવાની જરૂર છે. જ્યાં એક તરફ આ યોજનાના ઘણા ફાયદા છે તો બીજી તરફ આ યોજનાના ઘણા ગેરફાયદા પણ છે.
સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, જે પણ કર્મચારીઓએ 1 સપ્ટેમ્બર 2014 પહેલા ઈપીએફ ખાતું ખોલાવ્યું છે તેમને હાયર પેન્શન માટે વધુ યોગદાનનો વિકલ્પ આપવામાં આવશે. એક્સપર્ટના મુજબ હાયર પેન્શન પસંદ કરનારા પીએફ ખાતા ધારકોને 5 મોટા નુકસાન સહન કરવા પડી શકે છે. તો આવો તમને જણાવીએ કે શું નુકસાન થઈ શકે છે.
તમારા ઈપીએફ એકાઉન્ટમાં જમા પૈસા પેન્શન ફંડમાં ટ્રાન્સફર થઈ જશે. જેથી તમારા પીએફ એકાઉન્ટ પર મળનારુ કંપાઉન્ડ બેનિફિટ સમાપ્ત થઈ જશે. હાયર પેન્શનના નિયમો હેઠળ એમ્પ્લોયર તરફથી મોટી રકમનું યોગદાન પેન્શન યોજનામાં મૂકવું પડે છે. તેનો મતલબ થયો કે અત્યાર સુધી પીએફ ખાતામાં જમા થયેલી રકમનો મોટો હિસ્સો ઉપાડીને EPSમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
કર્મચારી પેન્શન સ્કીમ (EPS)માંથી એક જ વારમાં તમે બધા જ પૈસા નહીં ઉપાડી શકો. તમે ઇચ્છો તો અન્ય સરકારી પેન્શન યોજના (NPS)માં રોકાણ કરી શકો છો. તમને બજારમાં ચાલતું વળતર મળે છે અને તમે એકસાથે પૈસા ઉપાડી શકશો. આ સિવાય તેમાં કરવામાં આવેલા રોકાણ પર તમને 80C હેઠળ 1.5 લાખ રૂપિયાની છૂટ સિવાય 50 હજારનો વધુ ટેક્સમાં છૂટ મળે છે.
EPS માં હાયર પેન્શનનો વિકલ્પ પસંદ કરનારા તેઓ વહેલા નિવૃત્તિનો વિકલ્પ પસંદ કરી શકતા નથી. ઈપીએસ યોજનાનો લાભ ત્યારે જ મળે છે, જ્યારે કર્મચારી 58 વર્ષની ઉંમર સુધી કામ કરી નિવૃત થાય અથવા 10 વર્ષ સુધીની સર્વિસ પૂર્ણ કરી હોય.
ઈપીએસ સ્કીમમાં તમને ઓછું વ્યાજ મળે છે. તેમ છતાં તમને તમારા પીએફ એકાઉન્ટ પર વધુ વ્યાજ મળે છે. હાલમાં પીએફમાં જમા કરવામાં આવેલા પૈસા પર વાર્ષિક 8.10% વ્યાજ મળી રહ્યું છે.