EPFO: કોરોના મહામારીના કારણે દેશમાં કેટલાય લોકો આર્થિક મુશ્કેલીઓ સામે ઝઝૂમી રહ્યાં છે. વળી કેટલાય લોકોની નોકરી પણ છુટી ગઇ છે. આ મહામારીના સમયમાં જો તમે પૈસાની ખેંચ અનુભવતા હોય અને તમારે વધુ પૈસાની જરૂર હોય તો તમે પોતાના પ્રૉવિડન્ટ ફન્ડ (PF) એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકો છો. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ કોરોના કાળમાં લોકોને PFમાંથી રૂપિયા ઉપાડવાની છૂટ આપી દીધી છે. 


EPFOમાં કેટલાક ખાસ પરિસ્થિતિઓમાં તમે પૈસા કાઢી શકો છો. જો તમારી નોકરી છુટી ગઇ હોય કે પછી બે મહિનાથી વધુ સમયથી બેરોજગાર હોય તો તમે પૈસા ઉપાડી શકો છો. આ ઉપરાંત મકાન બનાવવા, બિમારી, બાળકોના અભ્યાસ વગેરે માટે પણ તમે અહીંથી આસાનીથી પૈસા ઉપાડી શકો છો. જો કોઇ વ્યક્તિ એક મહિનાથી બેરોજગાર છે તો તે પોતાના PF ખાતાનો 75 ટકા ભાગ ઉપાડી શકે છે. સાથે આગામી મહિને તે બાકીની 25 ટકા રકમ પણ ઉપાડી શકે છે. આવો જાણીએ PF એકાઉન્ટથી ઓનલાઇન પૈસા ઉપાડવાની આખી પ્રૉસેસ....... 


આ છે પુરેપુરી પ્રૉસેસ--- 
સૌથી પહેલા તમે EPFOની વેબસાઇટ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર જઇને લૉગ ઇન કરો. આના માટે તમારે તમારો યૂનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) અને પાસવર્ડ નાંખવો પડશે. અહીં તમે તમારા PF એકાઉન્ટની ડિટેલ ચેક કરી શકો છો. તમને આમાં તમારા ખાતમાં જમા રકમ અને તેની સાથે જોડાયેલી પોતાની બેન્કના ખાતા નંબરની જાણકારી મળી જશે. 


આ પછી તમે UANના ડેશ બોર્ડ પર ક્લિક કરો. અહીં તમને ઓનલાઇન સર્વીસિઝનો ઓપ્શન મળશે જેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે એક ડ્રૉપ મેન્યૂ ખુલશે. ડ્રૉપ મેન્યૂમાં તમારે ક્લેમ ઓપ્શન પર ક્લિક કરવાનુ છે. આ પછી તમારા ક્લેમ ફોર્મને સબમિટ કરવા માટે પ્રૉસીડ ફૉર ઓનલાઇન ક્લેમ ઓપ્શનને પસંદ કરો. આ પછી પીએફ એડવાન્સ ફોર્મ 31 પર ક્લિક કરો. 


પૈસા ઉપાડવાનુ કારણ બતાવવુ પડશે-
જેવુ તમે પ્રૉસીડ ફૉર ઓનલાઇન ક્લેમનો ઓપ્શન પસંદ કરો છો, અહીં તમને તમારા પૈસા ઉપાડવાનુ કારણ વિશે જાણકારી આપવી પડશે. સાથે જ તમારા બતાવવુ પડશે કે તમારે કેટલા રૂપિયા ઉપડવા છે. તમે જે કામ માટે પૈસા ઉપાડી રહ્યાં છો તેના સંબંધિત દસ્તાવેજ તમારે અપલૉડ કરવા પડશે. આ દસ્તાવેજની સાથે તમારી તમામ જાણકારીઓને તમારા નિયોક્તા (જે કંપની સાથે તમે કામ કરી રહ્યાં છો) પાસે કન્ફૉર્મ કરવામાં આવશે. આ પછી થોડાક દિવસોમાં તમારા એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઇ જશે. સામાન્ય રીતે ક્લેમ ફૉર્મ જમા કર્યાના 15 થી 20 દિવસમાં તમારા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થઇ જાય છે.