નવી દિલ્હીઃ દેશમાં આજે પેટ્રોલની કિંમતમાં ફરી વધારો જોવા મળ્યો છે. આજે પેટ્રોલનો ભાવ પ્રતિ લિટરે 28 પૈસા વધ્યો છે. આ ભાવ વધારા બાદ રાજધાની દિલ્હીમાં આજે એક લિટર પેટ્રોલની કિંમત 101 રૂપિયાને પાર કરી ગઈ છે. જોકે આજે ડીઝલ 16 પૈસા સસ્તુ થયું છે. દિલ્હીમાં હવે એક લિટર પેટ્રોલ 101 રૂપિયા 23 પૈસા જ્યારે એક લિટર ડીઝલ 89 રૂપિયા 76 પૈસાએ પહોંચી ગેયું છે. શનિવારે પેટ્રોલની કિંમતમાં 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.


આ 15 રાજ્યમાં પેટ્રોલ 100ને પાર


દેશના તમામ મગાનગરોમાં પેટ્રોલની કિંમત હવે 100 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગઈ છે. જે 15 રાજ્યોમાં પેટ્રોલ 100નો આંકડો પાર કરી ગયો છે તેમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, કર્ણાટક, જમ્મૂ અને કાશ્મીર, ઓડિશા, કેરળ, બિહાર, પંજાબ, લદ્દાખ, સિક્કીમ અને દિલ્હી સામેલ છે. અધિકારીઓએ કહ્યું કે, જો આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડની કિંમતમાં મજબૂતી જોવા મળશે તો પેટ્રોલ ડીઝલના ભાવમાં આગળ પણ વધારો જોવા મળી શકે છે. પેટ્રોલ ડીઝલની કિંમતમાં 1 મે બાદ 35 વખત વધારો થયો છે.


વિતેલા 7 વર્ષમાં કેટલી વધી કિંમત ?


દર વર્ષે પેટ્રોલ ડિઝલ મોંઘા થતા જઈ રહ્યા છે. પરંતુ વિતેલા સાત વર્ષમાં કિંમતમાં ધરખમ વધારો થયો છે. આ દરમિયાન પેટ્રોલ ડિઝલમાં 30-35 રૂપિયા પ્રતિ લિટર વધારો જોવા મળ્યો છે.



  • 2014-15- પેટ્રોલ 66.09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 50.32 રૂપિયા પ્રતિ લિટર

  • 2015-16- પેટ્રોલ 61.41 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 46.87 રૂપિયા પ્રતિ લિટર

  • 2016-17- પેટ્રોલ 64.70 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 53.28 રૂપિયા પ્રતિ લિટર

  • 2017-18- પેટ્રોલ 69.19 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 59.08 રૂપિયા પ્રતિ લિટર

  • 2018-19- પેટ્રોલ 78.09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 69.18 રૂપિયા પ્રતિ લિટર

  • 2019-20- પેટ્રોલ 71.05 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 60.02 રૂપિયા પ્રતિ લિટર

  • 2020-21- પેટ્રોલ 76.32 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 66.12 રૂપિયા પ્રતિ લિટર


દરરરોજ 6 કલાકે કિંમતમાં ફેરફાર થાય છે


પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે. 


પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.