EPFO on DigiLocker: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ હવે DigiLocker એપ પર તેની સેવાઓ ઉપલબ્ધ કરાવી છે. આના કારણે એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા સબ્સ્ક્રાઇબર્સ ગમે ત્યાંથી PF બેલેન્સ અને પાસબુક ચેક કરી શકે છે. આ ઉપરાંત UAN કાર્ડ, પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) અને સ્કીમ સર્ટિફિકેટ જેવા દસ્તાવેજો પણ ડિજિટલી એક્સેસ કરી શકાય છે.
હવે UMANG એપની જરૂર રહેશે નહીં
અત્યાર સુધી તમારે PF પાસબુક જોવા માટે UMANG એપ પર જવું પડતું હતું પરંતુ EPFO એ 17 જૂલાઈના રોજ X પર એક પોસ્ટ દ્વારા કહ્યું હતું કે હવે તમે DigiLocker દ્વારા સીધી બધી માહિતી મેળવી શકશો. જો કે iOS યુઝર્સ હજુ પણ UMANG એપનો ઉપયોગ કરવો પડશે. 16 જૂલાઈના રોજ બીજું અપડેટ આપતા EPFOએ કહ્યું હતું કે હવે UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) નું વેરિફિકેશન UMANG એપમાં ફેસ ઓથેન્ટિકેશન દ્વારા પણ કરી શકાય છે. આ પ્રક્રિયા સરળ, સલામત અને સંપૂર્ણપણે ડિજિટલ છે.
UAN એક્ટિવેશન શા માટે જરૂરી છે?
UAN એક્ટિવેશન ફક્ત EPFO સેવાઓ માટે જ જરૂરી નથી, પરંતુ રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહન (ELI) યોજનાનો લાભ લેવા માટે પણ ફરજિયાત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ આ યોજના હેઠળ સરકાર ચાર કરોડ યુવાનોને રોજગાર અને કૌશલ્ય તાલીમ આપવાનું લક્ષ્ય રાખે છે. આ માટે 2 લાખ કરોડ રૂપિયાનું બજેટ પણ રાખવામાં આવ્યું છે.
EPFO એ તેના સબ્સ્ક્રાઇબર્સને તેમના UAN એક્ટિવેટ કરવા અને આધારને બેન્ક ખાતા સાથે લિંક કરવા કહ્યું છે જેથી બધી સેવાઓ અને યોજનાઓ ડિજિટલ રીતે મેળવી શકાય. જો UAN એક્ટિવેટ ન હોય તો તમે EPFO ઘણી મહત્વપૂર્ણ સેવાઓનો લાભ લઈ શકશો નહીં.
UMANG એપ દ્વારા UAN એક્ટિવેશન
તમારા મોબાઇલ પર UMANG એપ ઇન્સ્ટોલ કરો અને તેને ઓપન કરો.
'EPFO' સર્વિસ સેક્શન પર જાવ.
'UAN એક્ટિવેશન' ના વિકલ્પ પર ક્લિક કરો.
તમારો UAN નંબર, નામ, જન્મ તારીખ અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દાખલ કરો.
'Get OTP' પર ક્લિક કરો અને OTP દાખલ કરો.
હવે 'ફેસ ઓથેન્ટિકેશન' નો વિકલ્પ પસંદ કરો.
એપ પરનો કેમેરા ચાલુ થશે અને તમારો ચહેરો સ્ક્રીન પર સ્કેન થશે.
વેરિફિકેશન બાદ તમારો UAN એક્ટિવેટ થઈ જશે.