EPFO Update: સબ્સ્ક્રાઇબર્સને ટૂંક સમયમાં EPFOમાં જમા કરવામાં આવેલા તેમના મહેનતના પૈસા ઉપાડવામાં આવતી સમસ્યાઓમાંથી રાહત મળશે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન તેના સોફ્ટવેરને અપગ્રેડ કરી રહ્યું છે, જે અંતર્ગત નવા સોફ્ટવેર મોડ્યુલમાં ઈપીએફઓ (Employees Provident Fund Organisation) ના સભ્યના UAN (Universal Account Number) નંબર દ્વારા એકાઉન્ટિંગ શક્ય બનશે અને તેનાથી ક્લેઈમ સેટલમેન્ટ સરળ બનશે. પ્રક્રિયા નવા સોફ્ટવેરને કારણે એક મેમ્બર એક એકાઉન્ટ સિસ્ટમને લાગુ કરી શકાશે જેનાથી પ્રોવિડન્ટ ફંડથી ક્લેમ સેટલમેન્ટમાં આવતી સમસ્યાઓથી છૂટકારો મેળવવામાં મદદ કરશે.


પ્રોવિડન્ટ ફંડમાંથી પૈસા ઉપાડવાનું સરળ બનશે!


કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા CITES 2.01 પ્રોજેક્ટ પર ઝડપથી કામ કરી રહી છે. આ પ્રોજેક્ટ હેઠળ EPFO ​​તેના હાર્ડવેરથી લઈને સોફ્ટવેર સુધી બધું જ અપગ્રેડ કરી રહ્યું છે. CITES 2.01 પ્રોજેક્ટમાં એક નવી ઓપરેટિંગ સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે. આનાથી ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયાને સરળ બનાવવામાં મદદ મળશે અને EPFOમાંથી તેમના પૈસા ઉપાડવામાં આવતી મુશ્કેલીઓમાંથી સબસ્ક્રાઇબર્સને રાહત મળશે. EPFO અનુસાર, સોફ્ટવેર અપગ્રેડ થયા બાદ UAN નંબર દ્વારા એકાઉન્ટિંગ કરી શકાશે. જેના કારણે એક મેમ્બર, એક એકાઉન્ટની સિસ્ટમ તૈયાર થશે. નવા સોફ્ટવેરને કારણે ક્લેમ સેટલ કરવામાં સરળતા રહેશે.


સભ્ય પાસે UAN નંબર હોવો જરૂરી છે


વાસ્તવમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા તેના દરેક સભ્યોને UAN નંબર આપે છે. EPFO હંમેશા તેના સબ્સ્ક્રાઇબર્સને નોકરી બદલવા પર નવા UAN નંબર માટે અરજી ન કરવાની સલાહ આપે છે કારણ કે સભ્ય પાસે માત્ર એક UAN નંબર હોવો જોઈએ.


બે UAN સાથે સેટલમેન્ટમાં સમસ્યા


જો કોઈ કર્મચારી પાસે બે UAN નંબર છે, તો તેને નવા નંબરને જૂના UAN નંબર સાથે મર્જ કરવાની સલાહ આપવામાં આવે છે. કોઈપણ કર્મચારી પાસે બે UAN નંબર હોવાને કારણે સબ્સ્ક્રાઇબર્સને પ્રોવિડન્ટ ફંડના ક્લેમના સેટલમેન્ટમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ક્લેમને ફગાવી દેવામા આવે છે. તાજેતરમાં EPFOએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સબસ્ક્રાઇબર્સને નોકરી બદલ્યા પછી અને નવી જગ્યાએ જોડાયા પછી નવો UAN નંબર જનરેટ ન કરવા કહ્યું છે. સભ્ય પાસે એકથી વધુ UAN નંબર હોઈ શકે નહીં.


આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ