Facebook Layoffs: દુનિયાની મોટી દિગ્ગજ કંપનીઓ હાલમાં કર્મચારીઓની ભરતીમાં ઘટાડો કરી રહ્યા છે અથવા તો તેનાથી પણ આગળ જઈને કર્મચારીઓને છૂટ્ટા કરવાની પ્રક્રિયા શરુ કરી રહી છે. હવે સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ કંપનીઓમાંથી એક મેટા (Meta) ફેસબુકમાંથી કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. એક અહેવાલ મુજબ ઓછામાં ઓછા 12,000 અથવા તેના કર્મચારીઓના લગભગ 15 ટકા કર્મચારીઓની છટણી કરી શકે છે. ન્યૂઝ એજન્સી આઈએએનએસના સમાચાર મુજબ એક ઈન્સાઈડર રિપોર્ટ આવ્યો છે જેમાં આ વાત કહેવામાં આવી છે. આ મુજબ, સિનિયર અધિકારીઓ નબળી કામગીરી કરનારા કર્મચારીઓને છૂટા કરવાની પ્રક્રિયા કરી રહ્યા છે.


કર્મચારીઓની સંખ્યામાં 15 ટકાનો ઘટાડો થવાની શક્યતા


કેટલાક કર્મચારીઓએ ઇનસાઇડરને જણાવ્યું હતું કે, આગામી થોડા અઠવાડિયામાં કર્મચારીઓની સંખ્યામાં 15 ટકાનો ઘટાડો થઈ શકે છે. આનો અર્થ એ છે કે લગભગ ફેસબુકના 12,000 કર્મચારઓની નોકરી જઈ શકે છે. કર્મચારીએ વધુમાં કહ્યું કે, "એવું લાગે છે કે તેઓ (કંપનીના સિનીયર અધિકારીઓ) પ્રક્રિયામાં આગળ વધી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તેમને દબાણ કરવામાં આવી રહ્યું છે."


ફેસબુકના શેરના ભાવમાં ઘટાડોઃ


ફેસબુકના કર્મચારીઓ મહિનાઓથી છટણી અંગે ડરતા હતા કારણ કે સોશિયલ નેટવર્કિંગ જાયન્ટ ફેસબુકે કર્મચારીઓની ભરતી અટકાવી દીધી છે. આ ખુલાસા પછી, મેટાના શેરની કિંમત શેર દીઠ $ 380 ની નજીક પહોંચી ગઈ. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 60 ટકાનો ઘટાડો થયો છે.


માર્ક ઝકરબર્ગે છટણીની ચેતવણી આપી


METAના સ્થાપક અને CEO માર્ક ઝુકરબર્ગે સ્પષ્ટ કર્યું છે કે તમામ વિભાગોમાં ભરતી રોકી દેવામાં આવી છે, ચેતવણી આપી છે કે ટૂંક સમયમાં વધુ કર્મચારીઓની છટણી થઈ રહી છે. અહેવાલો અનુસાર, ઝકરબર્ગે કર્મચારીઓને કરેલા એક આંતરિક કોલ દરમિયાન આ ટિપ્પણી કરી હતી.


ફેસબુકની ઘણી ટીમોનો ઘટાડો થવા જઈ રહ્યો છે - રિપોર્ટ


અગાઉ મેટા કંપનીમાં એક કૉલ દરમિયાન, ઝકરબર્ગે કહ્યું હતું કે "અમે આવતા વર્ષે કર્મચારીઓની વૃદ્ધિને ઘટાડવાનું ચાલુ રાખવાની યોજના બનાવીએ છીએ. ઘણી ટીમો ઘટાડવામાં આવશે જેથી અમે ઊર્જાને અન્ય ક્ષેત્રોમાં ખસેડી શકીએ." મે મહિનામાં, ઝકરબર્ગે મેટાના અમુક સેગમેન્ટને અસર કરતા કર્મચારીની ભરતી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. જો કે, તેઓએ હવે તમામ વિભાગો અને વર્ટિકલ્સમાં નવી ભરતીને સ્થગિત રાખવાનો સમય લંબાવામાં આવ્યો છે.