Facebook Accounts: મેટા (Meta)માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે (Facebook) તેના તાજેતરના માસિક અહેવાલમાં જણાવ્યું છે કે મે મહિના દરમિયાન તેણે ભારતમાં 13 નિયમો તોડવા  બાદલ લગભગ 1.75 કરોડ પોસ્ટ  સામે કાર્યવાહી કરી છે. જે પોસ્ટ  વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી તે ઉત્પીડન, દબાણ, હિંસા અથવા ગ્રાફિક સામગ્રી, પુખ્ત નગ્નતા અને જાતીય પ્રવૃત્તિ, બાળકો, ખતરનાક સંસ્થાઓ અને વ્યક્તિઓ અને સ્પામ જેવી શ્રેણીઓ હેઠળ આવે છે.


1.75 કરોડ પોસ્ટ  સામે કાર્યવાહી કરવામાં આવી 
ફેસબુકે ભારતના પરિપ્રેક્ષ્યમાં માસિક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે 1 મે થી 31 મે, 2022 ની વચ્ચે ફેસબુકે વિવિધ શ્રેણીઓ હેઠળ 1.75 કરોડ પોસ્ટ  સામે કાર્યવાહી કરી છે. તે જ સમયે ઇન્સ્ટાગ્રામે સમાન સમયગાળા દરમિયાન 12 કેટેગરીમાં લગભગ 41 લાખ પોસ્ટ સામે કાર્યવાહી કરી છે.


ફોટાઓ દુર કરવામાં આવ્યાં 
મેટા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પગલાં લેવાનો અર્થ ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પરથી કોઈપણ સામગ્રીને દૂર કરવાનો અથવા છબીઓ અને વિડિઓઝને આવરી લેવા અને ચેતવણીઓ ઉમેરવાનો હોઈ શકે છે જે કેટલાક લોકોને ખલેલ પહોંચાડી શકે છે.


વોટ્સએપે 19 લાખ નંબર પર મુક્યો પ્રતિબંધ 
મેટાની માલિકીના ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAppએ મે મહિનામાં લાખો ભારતીય એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. એપ દર મહિને નવા IT નિયમો હેઠળ રિપોર્ટ્સ જાહેર કરીને આ વિશે માહિતી આપે છે. મે મહિનાના અહેવાલમાં WhatsAppએ જણાવ્યું હતું કે તેણે તેમના પ્લેટફોર્મ પર 19 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. પ્લેટફોર્મની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવા બદલ આ એકાઉન્ટ્સને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. નવા રિપોર્ટમાં 1 મે 2022 થી 31 મે 2022 સુધીનો ડેટા સામેલ છે.


વોટ્સએપના પ્રવક્તાએ આ મામલે કહ્યું હતું કે 'IT નિયમો 2021 મુજબ, અમે મે 2022 માટે લેટેસ્ટ રિપોર્ટ જાહેર કર્યો છે. આ યુઝર સેફ્ટી રિપોર્ટમાં યુઝરની ફરિયાદો અને તેના પર લેવાયેલી કાર્યવાહીની વિગતોનો સમાવેશ થાય છે. આ સાથે જ વોટ્સએપે પોતે પણ પ્લેટફોર્મનો દુરુપયોગ રોકવા માટે ઘણાં પગલાં લીધાં છે. ગયા મહિને એટલે કે મે મહિનામાં કંપનીએ 19 લાખથી વધુ વોટ્સએપ એકાઉન્ટ્સને પ્રતિબંધિત કર્યા છે.


આ પહેલીવાર નથી જ્યારે WhatsAppએ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હોય. કંપની દર મહિને યુઝર સેફ્ટી રિપોર્ટ બહાર પાડે છે, જેમાં પ્લેટફોર્મના દુરુપયોગને રોકવા માટે લેવામાં આવેલા પગલાઓની વિગતો આપવામાં આવી છે.