FASTagની મુદત વધુ એક વખત લંબાવાઈ, જાણો કઈ છે અંતિમ તારીખ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 31 Dec 2020 02:46 PM (IST)
NHAI મુજબ, ફાસ્ટેગ ઇ-કોમર્સ વેબસાઇટ અમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ અને પેટીએમથી ખરીદી શકાય છે.
(ફાઈલ તસવીર)
Fastag Deadline Extends: નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ હાઇવે પરથી પસાર થનારા તમામ વાહનો માટે 1 જાન્યુઆરીથી ફાસ્ટેગ ફરજિયાત કરવા જઈ રહી હતી પરંતુ હવે તેની મુદત વધારવામાં આવી છે. TOIના અહેવાલ મુજબ ફાસ્ટેગની મુદત વધારીને 15 ફેબ્રુઆરી કરવામાં આવી છે. જો તમારી ગાડીમાં ફાસ્ટેગ નથી તો તેને લગાવવા માટે દોઢ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આ પહેલા નેશનલ હાઇવે ઓથોરિટીએ કહ્યું હતું કે, 1 જાન્યુઆરીથી ટોલ પ્લાઝા પર કેશ કલેકશન બંધ થઈ જશે. પરંતુ હવે તેની સમયમર્યાદા વધારવામાં આવી હોવાથી જે લોકોની ફોર વ્હીલમાં ફાસ્ટેગ નથી તેમને રાહત થશે. NHAI મુજબ, ફાસ્ટેગ ઇ-કોમર્સ વેબસાઇટ અમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ અને પેટીએમથી ખરીદી શકાય છે. આ ઉપરાંત કઇપણ બેંક, પેટ્રોલ પંપ કે ટોલ પ્લાઝા પરથી ખરીદી શકાયછે. બેંકમાંથી ફાસ્ટેગ ખરીદતી વખતે તમારું જે બેંકમાં ખાતું હોય તેમાંથી જ ફાસ્ટેગ ખરીદો તે ધ્યાનમાં રાખવું જરૂરી છે. NHAIના કહેવા મુજબ FASTagને મોબાઈલ નંબરની જેમ પોર્ટ પણ કરાવી શકાશે.