FASTag KYC: નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા Fastag KYC અપડેટ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2024 છે. એટલે કે, તમારી પાસે KYC અપડેટ કરવા માટે હવે એક જ દિવસ છે.  NHAI વન વ્હીકલ, વન ફાસ્ટેગ પહેલ હેઠળ હવે દરેક વાહન માટે એક ફાસ્ટેગ હોવું ફરજિયાત છે. આ ફાસ્ટેગનો ઉપયોગ અન્ય કોઈ વાહન માટે થઈ શકશે નહીં. NHAI એ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર  કોઈપણ મુશ્કેલી વગર ટોલ ચુકવણી સુનિશ્ચિત કરવા KYC ને સમયસર અપડેટ કરવા જણાવ્યું છે. જો તમે 31 માર્ચ સુધીમાં Fastag KYC અપડેટ નહીં કરો તો તમારું ફાસ્ટેગ એકાઉન્ટ એક્ટિવ રહેશે નહીં.


હાઈવે પર ટોલ વસૂલવાની ઈલેક્ટ્રોનિક પદ્ધતિ છે જે ટોલ પ્લાઝા પર ટેક્સ ચુકવણીને સરળ બનાવે છે. તે ચાલતા વાહનો પર નજર રાખે છે. બેંક એકાઉન્ટ અથવા પ્રીપેડ કાર્ડ સાથે લિંક કરેલ કારની વિન્ડસ્ક્રીન પર ઇન્સ્ટોલ કરેલા ટેગમાંથી RFID ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નાણાં કાપવામાં આવે છે. જ્યારે ફાસ્ટેગ સાથે ફીટ કરેલી કાર ટોલ બૂથની નજીક આવે છે, ત્યારે સિસ્ટમ ટેગને સ્કેન કરે છે અને તેની સાથે લિંક કરેલા કાર્ડ અથવા એકાઉન્ટમાંથી સીધા જ ટોલ કાપે છે. 31 માર્ચ સુધીમાં Fastag KYC અપડેટ નહીં કરો તો તમારું ફાસ્ટેગ એકાઉન્ટ એક્ટિવ રહેશે નહીં.


 


FASTag KYC કેવી રીતે કરવું?


ફાસ્ટેગના કેવાયસીને અપડેટ કરવા માટે, નીચે આપેલા પગલાંને અનુસરો.


સૌથી પહેલા ફાસ્ટેગની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.


હવે તમારે તમારો મોબાઇલ નંબર દાખલ કરવો પડશે અને OTP દ્વારા લોગ ઇન કરવું પડશે.


આ પછી 'માય પ્રોફાઇલ' વિભાગમાં જાઓ.


હવે તમારે KYC ટેબ પર ક્લિક કરવાનું રહેશે. અહીં વિનંતી કરેલી બધી માહિતી દાખલ કરો.


હવે તમારું KYC પૂર્ણ થઈ ગયું છે.


 


FASTag KYC માટે જરૂરી દસ્તાવેજો


તમારા વાહનનું નોંધણી પ્રમાણપત્ર


આધાર, મતદાર કાર્ડ જેવા આઈ.ડી


સરનામાનો પુરાવો


પાસપોર્ટ સાઇઝનો ફોટો


FASTag KYC સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?


આ માટે તમારે ફાસ્ટેગની વેબસાઈટ પર જવું પડશે.


હવે નોંધાયેલ મોબાઇલ નંબર દાખલ કરો અને OTP દ્વારા લોગ ઇન કરો.


આ પછી મારા પ્રોફાઇલ વિભાગમાં જાઓ. અહીં તમે તમારા ફાસ્ટેગનું KYC સ્ટેટસ જોશો.