વર્ષ 2024નો છઠ્ઠો મહિનો 1 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે.  આ મહિનો ઘણા નાણાકીય અને અન્ય નિયમોમાં પણ પરિવર્તનનો સાક્ષી બનવા જઈ રહ્યો છે. 1 જૂનથી ઘણા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. આ ફેરફારોના પરિણામો સીધા સામાન્ય લોકો પર પડશે તે નિશ્ચિત છે. આમાં ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર લાગુ થઈ શકે છે. આ સિવાય ખાસ કરીને ટ્રાફિક નિયમોમાં ફેરફાર જોવા મળી શકે છે. આવો, અહીં આપણે આવા જ કેટલાક નવા નિયમો વિશે જાણીએ જેની અસર સામાન્ય માણસને થશે. 


ડ્રાઇવિંગ લાયસન્સના નિયમો બદલાશે 


ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટેના સુધારેલા નિયમો 1 જૂન, 2024થી અમલમાં આવશે. 1 જૂનથી તમે RTOને બદલે ખાનગી ડ્રાઇવિંગ તાલીમ કેન્દ્રોમાં તમારી ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશો. આમાં હવે તમારે ટેસ્ટ આપવા માટે આરટીઓ ઓફિસમાં જવું નહીં પડે. હવે તમારી નજીકના માન્ય ખાનગી કેન્દ્રો હશે જ્યાં તમે જઈને પરીક્ષા આપી શકશો. ટેસ્ટ પાસ કર્યા બાદ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની આગળની પ્રક્રિયા હાથ ધરાશે.


સગીર ડ્રાઇવિંગ કરતા પકડાશે તો દંડ


1 જૂનથી જો કોઈ સગીર કાર ચલાવતા પકડાશે તો તેને ભારે દંડ ભરવો પડશે. ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું એ 18 વર્ષની ઉંમર પર આધારિત છે. નવા નિયમો હેઠળ, સગીર વાહન ચલાવતા જોવા મળે તો તેને 25,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે.


ટ્રાફિક નિયમોમાં ફેરફાર 


1 જૂન 2024થી ટ્રાફિક પ્રતિબંધમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. નવા નિયમો અનુસાર, સ્પીડિંગ પર 1,000 થી 2,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ સિવાય લાયસન્સ વગર વાહન ચલાવવા પર 500 રૂપિયાનો દંડ લાગશે.


આધાર કાર્ડના નિયમોમાં ફેરફાર 


જો તમે હજી સુધી તમારું આધાર કાર્ડ અપડેટ કર્યું નથી, તો 14 જૂન પછી તમને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. સમજી શકાય છે કે 14 જૂન પછી આધાર કાર્ડ અપડેટ કરવા માટે પૈસા ખર્ચવા પડશે.


એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થઈ શકે છે 


ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. ઓઈલ કંપનીઓ 1 જૂને સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરી શકે છે. એવું માનવામાં આવે છે કે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં ખાસ ફેરફાર થશે.