લોકસભા ચૂંટણીમાં સાતમા તબક્કાના મતદાન અગાઉ ભારતીય અર્થવ્યવસ્થા માટે સારા સમાચાર આવ્યા છે. નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ત્રિમાસિક એટલે કે જાન્યુઆરી-માર્ચ 2024માં જીડીપી ગ્રોથ 7.8 ટકા રહ્યો હતો. જ્યારે ગયા વર્ષે સમાન ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ 6.1 ટકા રહ્યો હતો. તે સિવાય નાણાકીય વર્ષ 2023-24માં જીડીપી વૃદ્ધિ દર 8.2 ટકા રહ્યો હતો. જીડીપી ગ્રોથના ડેટા અંદાજ કરતા સારા રહ્યા છે.






ડેટા અનુસાર, દેશનો જીડીપી વૃદ્ધિ દર જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં 7.8 ટકા રહ્યો હતો જ્યારે એક વર્ષ અગાઉ સમાન સમયગાળામાં તે 6.2 ટકા હતો. વર્ષ 2024ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં ભારતનો જીડીપી ગ્રોથ સારી ગતિએ થઇ રહ્યો છે. ચૂંટણી પરિણામો પહેલા જીડીપીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. માર્ચ ક્વાર્ટરમાં દેશનો જીડીપી 7.8 ટકાના દરે વધ્યો હતો. હવે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 24 માટે એકંદરે વૃદ્ધિ દર 8.2 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.


આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા ડેટા અનુસાર સંપૂર્ણ વર્ષ 2023-24 જીડીપી 7.6 ટકાના બીજા આગોતરા અંદાજથી વધીને 8.2 ટકા કરવામાં આવ્યો છે. આ ઉછાળો અગાઉના નાણાકીય વર્ષમાં નોંધાયેલા 7.0 ટકાના વિકાસથી સુધારો દર્શાવે છે, જે વૈશ્વિક ગતિશીલતાના વિકાસની વચ્ચે ભારતીય અર્થતંત્રની તાકાત દર્શાવે છે.


અહીં, સરકારની રાજકોષીય ખાધ ગયા નાણાકીય વર્ષમાં જીડીપીના 5.63 ટકા હતી. આ કેન્દ્રીય બજેટમાં દર્શાવવામાં આવેલા 5.8 ટકાના અંદાજ કરતાં થોડું ઓછું છે. વાસ્તવિક રાજકોષીય ખાધમાં એટલે કે ખર્ચ અને આવક વચ્ચેનો તફાવત રૂ. 16.53 લાખ કરોડ હતો. 1 ફેબ્રુઆરીએ રજૂ કરાયેલા વચગાળાના બજેટમાં સરકારે 2023-24ના સુધારેલા અંદાજમાં રાજકોષીય ખાધ 17.34 લાખ કરોડ રૂપિયા એટલે કે કુલ જીડીપીના 5.8 ટકા હોવાનો અંદાજ મૂક્યો હતો. મહાલેખા નિયંત્રકના આંકડોના અનુસાર, સરકાર રાજસ્વ સંગ્રહને લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કામ કરી રહી છે. શુદ્ધ વાસ્તવિક કરો સંગ્રહ 2023-24 માં 23.36 લાખ કરોડ રૂપિયા 44.42 લાખ કરોડ રૂપિયા રહ્યા.


નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO) તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, નાણાકીય વર્ષ 2023-24ના પ્રોવીજનલ આંકડા રજૂ કરવામાં આવ્યા છે. આ મુજબ વાસ્તવિક જીડીપી 8.2 ટકાની ઝડપે વધ્યો છે. નાણાકીય વર્ષ 2022-23માં જીડીપી વૃદ્ધિ દર 7.0 ટકા હતો. વાસ્તવિક ગ્રોસ વેલ્યુ એડેડ (જીવીએ) પણ નાણાકીય વર્ષ 2022-23 માટે 6.7 ટકાની સામે વધીને 7.2 ટકા થઈ ગઈ છે. એવો અંદાજ હતો કે વાસ્તવિક જીડીપી 7.8 ટકા અને વાસ્તવિક જીવીએ 6.3 ટકા હોઈ શકે છે. જો કે, વાસ્તવિક આંકડા આ અંદાજ કરતાં વધી ગયા.