Rules Changing From 1st October: દર નવા મહિને ઘણા નિયમો પણ ઝડપથી બદલાય છે. આમાં ઘણા આર્થિક નિયમો છે, જેની સીધી અસર સામાન્ય માણસના જીવન પર પડે છે. હવે સપ્ટેમ્બર પૂરો થવાનો છે અને ઓક્ટોબર શરૂ થવાનો છે. આ સમય દરમિયાન, ગેસ સિલિન્ડર (LPG Cylinder Price) અને આધાર કાર્ડથી લઈને નાની બચત યોજના સુધીના ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે. આવો અમે તમને આ વિશે માહિતી આપીએ છીએ જેથી કરીને તમે નવા નિયમો અનુસાર તમારું નાણાકીય આયોજન પણ કરી શકો.
ગેસ સિલિન્ડરના દરો (LPG Cylinder Price)
એલપીજી સિલિન્ડરની કિંમત દર મહિનાની પહેલી તારીખે બદલાય છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ આ વખતે પણ 1 ઓક્ટોબરથી નવા દર લાગુ કરશે. આશા છે કે તહેવારોની સિઝનમાં તમને સસ્તા ગેસ સિલિન્ડરની ભેટ આપવામાં આવી શકે છે.
આધાર કાર્ડ (Aadhar Card)
હવે તમે 1 ઓક્ટોબરથી PAN કાર્ડ અથવા ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવા માટે આધાર એનરોલમેન્ટ આઈડીનો ઉપયોગ કરી શકશો નહીં. આવકવેરા કાયદાની કલમ 139AA હેઠળ, પાન કાર્ડ અથવા ITR માટે આધાર નંબર આપવો જરૂરી રહેશે.
રેલ્વે (Indian Railways)નું વિશેષ ટિકિટ ચેકિંગ અભિયાન
રેલવે 1 ઓક્ટોબરથી ટિકિટ વિના મુસાફરી કરનારાઓ સામે વિશેષ ટિકિટ ચેકિંગ અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે. તહેવારોની સિઝનમાં મુસાફરોની સંખ્યામાં વધારો થવાને કારણે આવું કરવામાં આવી રહ્યું છે.
પોસ્ટ ઓફિસ એકાઉન્ટ પર વ્યાજ દર (Post Office Account)
1 ઓક્ટોબરથી પોસ્ટ ઓફિસ ખાતા પરના વ્યાજ દરોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે. નેશનલ સ્મોલ સેવિંગ્સ સ્કીમ એકાઉન્ટ્સ પર વ્યાજ દરોમાં ફેરફાર તમારી વ્યાજની આવકને અસર કરી શકે છે.
સીએનજી અને પીએનજીના દરમાં ફેરફાર થશે
દર મહિનાની પહેલી તારીખે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એટીએફ, સીએનજી અને પીએનજીના દરોમાં ફેરફાર કરે છે. સપ્ટેમ્બરમાં એટીએફના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.
બોનસ શેરનો T+2 નિયમ
સેબીએ બોનસ શેરના ટ્રેડને સરળ બનાવવા માટે એક નવું માળખું તૈયાર કર્યું છે. 1 ઓક્ટોબરથી બોનસ શેરનું ટ્રેડિંગ T+2 સિસ્ટમમાં થશે. આના કારણે રેકોર્ડ ડેટ અને ટ્રેડિંગ વચ્ચેનો સમય ઘટી જશે. શેરધારકોને આનો ફાયદો થશે.
નાની બચત યોજનાઓના નિયમો બદલાયા
નાણા મંત્રાલયે નેશનલ સ્મોલ સેવિંગ્સ સ્કીમ હેઠળ ખોટી રીતે ખોલેલા ખાતાઓ અંગે માર્ગદર્શિકા જારી કરી છે. હવે PPF અને સુકન્યા સમૃદ્ધિ જેવા ખાતાઓને નાણા મંત્રાલય દ્વારા નિયમિત કરવામાં આવશે. જેના કારણે તમારે ભવિષ્યમાં મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે.
સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) માં વધારો
ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) ટ્રેડિંગ પર સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)માં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે. 1 ઓક્ટોબરથી, ઓપ્શનના વેચાણ પર STT વધીને 0.1% થશે, જે પહેલા 0.0625% હતો. આના કારણે ટ્રેડર્શને ઓપ્શન ખરીદ-વેચાણના વિકલ્પોમાં થોડો વધારાનો ખર્ચ ઉઠાવવો પડશે. તેનાથી ડેરિવેટિવ્ઝ માર્કેટ પર અસર થશે.
વિવાદ સે વિશ્વાસ યોજના (Vivad se Vishwas Scheme)શરૂ કરવામાં આવશે
CBDT એ જાહેરાત કરી છે કે ‘વિવાદ સે વિશ્વાસ સ્કીમ 2024’ 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. તેની મદદથી આવકવેરાને લગતા વિવાદોનો ઉકેલ આવશે. કોર્ટ અને ટ્રિબ્યુનલ સમક્ષ પડતર કેસોનો નિકાલ કરવામાં આવશે.
HDFC ક્રેડિટ કાર્ડ લોયલ્ટી પ્રોગ્રામમાં ફેરફાર
1 ઓક્ટોબરથી HDFC બેંકના ક્રેડિટ કાર્ડના લોયલ્ટી પ્રોગ્રામમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. નવા નિયમ મુજબ, HDFC બેંકે SmartBuy પ્લેટફોર્મ પર Apple ઉત્પાદનો માટે રિવાર્ડ પોઈન્ટના રિડેમ્પશનને કેલેન્ડર ક્વાર્ટર દીઠ એક પ્રોડક્ટ સુધી મર્યાદિત કરી દીધા છે.
આ પણ વાંચો: