Firstcry & Unicommerce IPO Listing: ચાઇલ્ડ કેર પ્રોડક્ટ્સ વેચનારી કંપનીમાંથી એક ફર્સ્ટક્રાયના IPOના શેરનું આજે લિસ્ટિંગ થયું હતું અને તેના રોકાણકારોને શાનદાર નફો મળ્યો છે. ફર્સ્ટક્રાયના શેર બીએસઈ પર લગભગ 35 ટકા (34.78 ટકા)ના પ્રીમિયમ સાથે 625 રૂપિયા પર લિસ્ટ થયો હતો. IPOમાં કંપનીના શેરની પ્રાઇસ બેન્ડ 465 રૂપિયા હતી. આ રીતે રોકાણકારોને ફર્સ્ટક્રાયના દરેક શેર પર 122 રૂપિયાનો નફો અથવા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે.










યુનિકોમર્સ સોલ્યુશનના રોકાણકારો 113 ટકાના લિસ્ટિંગ ગેઇન સાથે  માલામાલ


યુનિકોમર્સ સોલ્યુશન 113 ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટ થઇ હતી. આ કંપનીના શેર 230 રૂપિયા પર લિસ્ટ કરવામાં આવ્યા છે. IPOમાં કંપનીના શેરની પ્રાઇસ બેન્ડ. 108 રૂપિયા હતી. યુનિકોમર્સ સોલ્યુશન લિસ્ટેડ થતાની સાથે જ રોકાણકારોને 113 ટકા નફો મળ્યો હતો અને રોકાણકારોને દરેક શેર પર બમણા કરતા વધુ નફો મળ્યો હતો. જેનો અર્થ દરેક શેર પર રોકાણકારોને 122 રૂપિયાનો નફો મળ્યો છે.


ફર્સ્ટક્રાયની પેરન્ટ કંપની બ્રેનબીઝ સોલ્યુશન્સે (Brainbees Solutions)  IPO દ્વારા શેરબજારમાંથી 4194 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે.  1666 કરોડ રૂપિયાના ફ્રેશ ઇશ્યૂ અને 2528 કરોડ રૂપિયાની ઓફર ફોર સેલ પબ્લિક ઓફરમાં કંપનીએ શેરની કિંમત 465 રૂપિયા રાખી હતી.


જીએમપીના આધારે સારા લિસ્ટિંગની અપેક્ષા હતી


ગ્રે માર્કેટમાં તેના શેરની સારી માંગને ધ્યાનમાં લેતા એવા સંકેતો હતા કે લિસ્ટિંગ શાનદાર થશે. ફર્સ્ટક્રાયનો IPO 12.22 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો જેમાં ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) એ 19.30 ગણું સબ્સ્ક્રાઇબ કર્યું હતું. જ્યારે બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) એ 4.68 ગણો ભરાયો હતો. રિટેલ રોકાણકારોનો ક્વોટા 2.31 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.