આ બેંકોમાં Fixed Deposit પર મળે છે સૌથી વધારે વ્યાજ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Feb 2021 11:12 AM (IST)
એક વર્ષની એફડી કરાવવા પર સૌથી વધારે વ્યાજ યૂનિયન બેંક (5.25%) આપી રહી છે.
નવી દિલ્હીઃ જો તમે તમારા રૂપિયાને ફિક્સ્ડ ડિપોઝિટમાં મુકવાનું વિચારી રહ્યા છો તો તમારે કેટલીક વાત જાણવી જરૂરી છે. આજે તમને જણાવી રહ્યા છીએ કે દેશની તમામ બેંક એફડી પર કેટલું વ્યાજ આપે છે. સામાન્ય રીતે બેંક એફડીના સમય અનુસાર વ્યાજમાં ફેરફાર કરતી રહે છે. આવો જાણીએ કેટલીક મુખ્ય બેંકોના વ્યાજ દર વિશે. તેમાં ખનગી અને સરકારી બેંક બન્ને સામેલ છે. એક વર્ષની એફડી પર જુદી જુદી બેંકના વ્યાજ દર એક વર્ષની એફડી કરાવવા પર સૌથી વધારે વ્યાજ યૂનિયન બેંક (5.25%) આપી રહી છે. ઉપરાંત એસબીઆઈ 4.90%, કેનેરા બેંક 5.20%, પંજાબ નેશનલ બેંક 5.20% અને બેંક ઓફ ઇન્ડિયા 5.25% વ્યાજ આપી હી છે. બે વર્ષની એફડી પર જુદી જુદી બેંકના વ્યાજ દર જો તમારે બે વર્ષ માટે એફડી કરાવવી છે તો સૌથી વધારે વ્યાજ યૂનિયન બેંક આપી રહી છે. આ આ બેંક બે વર્ષની એફડી પર 5.50% ટકા વ્યાજ આપે છે. ઉપરાંત એસબીઆઈ 5.10%, કેનેરા બેંક 5.40%, પંજાબ નેશનલ બેંક 5.20% અને બેંક ઓફ ઇન્ડિયા 5.30% વ્યાજ આપે છે. ત્રણ વર્ષની એફડી પર જુદી જુદી બેંકના વ્યાજ દર જો તમારે ત્રણ વર્ષ માટે એફડી કરાવવી છે તો સૌથી વધારે વ્યાજ યૂનિયન બેંક આપી રહી છે. આ આ બેંક બે વર્ષની એફડી પર 5.55% ટકા વ્યાજ આપે છે. ઉપરાંત એસબીઆઈ 5.30%, કેનેરા બેંક 5.50%, પંજાબ નેશનલ બેંક 5.30% અને બેંક ઓફ ઇન્ડિયા 5.30% વ્યાજ આપે છે. પાંચ વર્ષની એફડી પર જુદી જુદી બેંકના વ્યાજ દર જો તમારે બે વર્ષ માટે એફડી કરાવવી છે તો સૌથી વધારે વ્યાજ યૂનિયન બેંક આપી રહી છે. આ આ બેંક પાંચ વર્ષની એફડી પર 5.60% ટકા વ્યાજ આપે છે. ઉપરાંત એસબીઆઈ 5.40%, કેનેરા બેંક 5.50%, પંજાબ નેશનલ બેંક 5.30% અને બેંક ઓફ ઇન્ડિયા 5.30% વ્યાજ આપે છે. તમામ બેંકોના વ્યાજ દરમાં સમય સમય પર ફેરફાર થતા રહે છે. એવામાં રોકાણ કરતાં પહેલા તમારી નજીકની બેંકમાં જઈને જાણકારી મેળવી લેવી.