Salary Increament: ભારતીય કંપનીઓ દ્વારા રોકાણને લઇને વધુ સકારાત્મક દ્રષ્ટિકોણના કારણે આ વર્ષે પગારમાં એવરેજ નવ ટકાનો વધારો થવાની સંભાવના છે. એક રિપોર્ટ અનુસાર, આશા રાખવામાં આવી રહી છે જેમાં 12 ટકા સુધીનો પગાર વધારો થવાનો આસાર છે.
2022માં એવરેજ પગાર વધારો 8-12 ટકા થવાની સંભાવનાઃ રિપોર્ટ
માઇકલ પેજ વેતન રિપોર્ટ અનુસાર, 2022માં સામાન્ય વેતન વૃદ્ધિ નવ ટકા રહેવાની સંભાવના છે, જે મહામારીના કારણે ગયા વર્ષ 2019થી સાત ટકા હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે યૂનિકૉર્નની સાથે મળીને સ્ટાર્ટઅપ અને નવા જમાનાના સંગઠન વેતન વૃદ્ધિની આગેવાની કરશે અને તેના દ્વારા અવેરેજ 12 ટકા વૃદ્ધિ કરવામાં આવે એવી આશા છે.
બેન્કિંગ અને નાણાંકીય સેવાના સેક્ટરમાં વધશે પગાર -
રિપોર્ટ અનુસાર, વૃદ્ધિ વાળા ક્ષેત્રોમાં બેન્કિંગ અને નાણાંકીય સેવા, સંપતિ અને નિર્માણની સાથે વિનિર્માણ ઉદ્યોગ સામેલ છે. ભારતમાં ઇ-કૉમર્સ અને ડિજીટલ પરિવર્તનના સમયમાંથી પસાર થઇ રહેલા અન્ય ક્ષેત્રોમાં વૃદ્ધિના કારણે કૉમ્પ્યુટર વિજ્ઞાન પૃષ્ઠભૂમિ વાળા વરિષ્ઠ સ્તરના ધંધા વધુ વેતન વાળી નોકરીઓ મેળવવાની સ્થિતિમાં હશે.
આ ઉપરાંત ડેટા વૈજ્ઞાનિક (વિશેષ રીતે મશીન લર્નિંગથી પરિચિત), વેબ ડેવલપર્સ અને ક્લાઉડ આર્કિટેક્ટનીની પણ અત્યાધિક માંગ રહેશે. આ ક્ષેત્રોમાં સેલેરી વધવા અને વધુ પગાર મળવાની વધુ આશા છે.
આ પણ વાંચો......
CNG Rate Increased: હવે અદાણીએ CNGના ભાવમાં કર્યો વધારો, કિલોએ કેટલા રૂપિયા વધાર્યા?
ભૂલી ગયા છો EPFનો UAN પાસવર્ડ તો ના થાવ પરેશાન, થોડી મિનિટોમાં આ રીતે જનરેટ કરો નવો પાસવર્ડ
Explained: કોરોનાનું XE પ્રકાર શું છે, તે કેટલું જોખમી છે અને તેના લક્ષણો શું છે
Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં 1033 નવા કેસ નોંધાયા, 43 સંક્રમિતોના મોત
કમિન્સની મુંબઈ ઈન્ડિયન્સનાં છોતરાં ફાડતી બેટિંગથી ખુશ શાહરૂખ ખાને શું લખ્યું ? કેવાં બન્યાં મીમ્સ ?