Cyrus Mistry Death: ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું મુંબઈના પાલઘરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. પાલઘર એસપીએ અકસ્માતમાં તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. તેમનો જન્મ 4 જુલાઈ 1968ના રોજ ભારતીય મૂળના આઇરિશ બિઝનેસ ફેમિલીમાં થયો હતો. તેમના પિતા પાલોનજી મિસ્ત્રીનું આ વર્ષની શરૂઆતમાં અવસાન થયું હતું. સાયરસ ઉપરાંત, તેમના પરિવારમાં હવે તેમની માતા પેરીન ડુબાસ, તેમની બે બહેનો લૈલા મિસ્ત્રી અને આલુ મિસ્ત્રી છે.


નોંધનિય છે કે, 28 જૂન 2022ના રોજ શાપરોજી પાલોનજી ગ્રુપના ચેરમેન પાલોનજી નિસ્ત્રીનું નિધન થયું હતું. તેઓ ભારતના દિગ્ગજ ઉદ્યોગતિમાના એક હતા. તેમના ગ્રુપનો બિઝનેસ ફક્ત ભારત જ નહીં પરંતુ વિશ્વના 50 દેશમાં ફેલાયેલો છે. પાલોનજી મિસ્ત્રીનો ટાટા ગ્રુપ સાથે ઘણો જૂનો સંબંધ છે. તેઓ ટાટા ગ્રુપના સૌથી મોટા વ્યક્તિગત શેરહોલ્ડર છે.


બ્લૂમબર્ગ બિલિયોનર ઈન્ડેક્સના જણાવ્યા પ્રમાણે, પાલોનજી મિસ્ત્રીની નેટવર્થ 29 અરબ ડોલર હતો. રૂપિયામાં અંદાજે 2,32,000 કરોડ રૂપિયાની બરોબર હતો. તે ઈન્ડિયા અને યૂરોપના સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ હતી. શાપોરજી પાલોનીજી ગ્રુપ 150 વર્ષ જૂનુ છે. 


ટાટા સન્સમાં પાલોનજી મિસ્ત્રીની શેરમાં 18.4 ભાગીદારી હતી. પાલોનજી મિસ્ત્રીના પુત્ર સાયરસ મિસ્ત્રી વર્ષ 2012થી 2016 સુધી ટાટા ગ્રુપના ચેરમેન રહ્યા હતા. ટાટા ગ્રુપ સાથેના વિવાદ બાદ તેમને ચેરમેન પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. બન્ને વચ્ચે વર્ષો સુધી કાયદાકીય લડાઈ ચાલી હતી. પાલોનજી મિસ્ત્રીની દીકરી અલુ મિસ્ત્રીના લગ્ન રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટા સાથે થયા હતા.


શાપોરજી પાલોનજી એક ગ્લોબલ કંપની છે. તેમા 18 મોટી કંપનીઓ સામેલ છે, જેમનો બિઝનેસ દેશ વિદેશમાં સામેલ છે. આ ગ્રુપના મુખ્ય વ્યવસાયની વાત કરીએ તો તેમા એન્જીનિયરિંગ એન્ડ કસ્ટ્રક્શન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ,પાણી,એનર્જી અને ફાઈનેશિયલ સર્વિસ સામેલ છે.



1991માં પિતાનો કારોબારમાં જોડાયા


સાયરસ મિસ્ત્રીએ 1991માં તેમના પિતાના કારોબાર શાપૂરજી પેલોનજી ગ્રુપમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. સાયરસ માત્ર 3 વર્ષમાં જ 1994માં શાપૂરજી પલોનજી ગ્રુપના ડાયરેકર બન્યા હતા. તેમણે પિતાની જેમ ભારતમાં અનેક મોટા રેકોર્ડ બનાવ્યા., જેમાં સૌથી ઊંચા રહેણાંક ટાવર, સૌથી લાંબા રેલવે પુલનું નિર્માણ અને સૌથી મોટા બંદરનું નિર્માણ સામેલ છે. પલોનજી ગ્રુપનો કારોબાર કપડાથી લઈ રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી અને બિઝનેસ ઓટોમેશન સુધી ફેલાયેલો છે. કારોબારને લઈ ગયા નવી ઊંચાઈએ સાયરસ મિસ્ત્રી બે દાયકાના કાર્યકાળમા શાપૂરજી પલોનજી એન્ડ કંપનીને કન્સ્ટ્રક્શન, ઈન્ફ્રાસ્ટ્રકચર, રિયલ એસ્ટેટ મામલે વિશ્વમાં કાઠું કાઢ્યું છે. તેમના નેતૃત્વમાં કંપનીએ મધ્ય પૂર્વ અને આફ્રિકામાં વિકાસ કર્યો. આ ગ્રુપનો કારોબાર 50 દેશોમાં ફેલાયેલો છે. તેઓ કન્સ્ટ્રક્શન ફેડરેશન ઓફ ઈન્ડિયાના સંસ્થાપક સભ્ય પણ છે.