ટેક્નોલોજીમાં ફેરફારની સાથે સાથે ફ્રોડ કરવાની રીત પણ બદલાઈ છે. વિતેલા કેટલાક વર્ષોમાં વીમા, ઇનકમ ટેક્સ, ક્યૂઆર કોડ બેસ્ડ પેમેન્ટ, કેવાઈસી અપડેટ અને સિમ અપગ્રેડેશનના નામ પર ફ્રોડના કેસ ઘણાં વધી ગયા છે. આવા કેસમાં ઠગ તમારા એકાઉન્ટ ખાલી કરી શકે છે. કેટલીક સાવચેતી રાખીને તેનાથી બચી શકાય છે.


કેવાઈસી અપડેટ કરવાના નામે છેતરપિંડી


કેવાઈસી અપડેટ અને સિમ અપગ્રેડના નામ પર છેતરપિંડી કરનાર તમને કોલ કરીને કેવાઈસી અમાન્ય હોવાની વાત કહે છે. તે તેને ઓનલાઈન એક્ટિવ કરવાની લાલચ આપે છે. બાદમાં તમને કોઈ એપ ડાઉનલોડ કરાવીને તેના દ્વારા કેટલીક રકમ ટ્રાન્સફર કરાવે છે. તમને આમ કરવા પર પાસવર્ડ સહિત બીજી વિગતો તેની પાસે ચાલી જાય છે. ડિટેલ મળ્યા બાદ તે છેતરપિંડી કરે છે.


ડિસ્કાઉન્ટના નામ પર છેતરપિંડી


સાઈબર ફ્રોડ કરનાર ઘણી વખત બ્રાન્ડેડ ઈ-કોમર્સ વેબસાઈટ્સની નકલી ક્લોન તૈયાર કરીને પોડક્ટ પર ભારે ડિસ્કાઉન્ટ બતાવે છે. ભારે ડિસ્કાઉન્ટ જોઈને તમે ઓર્ડર કરવા પેમેન્ટ કરો છે. એવી સ્થિતિમાં તમારા ઓર્ડરની ડિલીવરી થતી નથી અને થોડા સમય બાદ તે લિંક આપોઆપ ગાયબ થઈ જાય છે.


કોલ સેન્ટર દ્વારા છેતરપિંડી


ઠગ નકલી કોલ સેન્ટર ખોલીને ટેક સપોર્ટ અને એન્ટી વાયરસ સપોર્ટ જેવી વસ્તુના નામ પર સંપર્ક કરીને પોપ અપ મોકલે છે. ત્યાર બાદ સિસ્ટમ હેક કરીને તેને ઠીક કરવાની વાત કહીને પૈસા વસુલે છે. ઘણી કત ઠગ જુદી જુદી સરકારી એજન્સીઓના નામ પર સંપર્ક કરે છે અને લોકોને તેની સાથે જોડાયેલ આપરાધાકિ જાણકારી હાથ લાગવાની વાત કહીને સંપત્તિ જપ્તની ધમકી આપે છે અને તેનાથી બચવાના નામ પર રૂપિયા વસુલે છે.


બચવા અપનાવો આ ઉપાય


જો તમને કોઈ ઈ-મેલ, લિંક, ફોન કોલ કે વેબસાઈટ પર જરા પણ શંકા જાય તો તેનાથી દૂર રહો.


ઠગ મોટેભાગે નકલી પોપઅપ મોકલીને ફસાવે છે, તેનાથી સાવચેત રહો.


તમને ઘણી વખત જુદી જુદી સ્કીમના નામ પર યૂપીઆઈ લિંક મોકલે છે. તમારે આવી લિંક પર ક્લિક કરવાથી બચવું જોઈએ.


જો તમે ક્યૂઆર કોડને સ્કેન કરીને કોઈ પેમેન્ટ કરો છો તો પહેલા તપાસ કરી લેવી કે તે સાચી છે કે નહીં.


સોશિયલ મીડિયા પર અનેક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે છે. એવામાં તમે જે વ્યક્તિને ઓળખતા નથી તેની રિક્વેસ્ટ સમજી વિચારીને જ એક્સેપ્ટ કરવી.