નવી દિલ્હીઃ આજથી નવા મહિનાની શરૂઆત થઈ ગઈ છે. માર્ચની શરૂઆતની સાથે જ અનેક નિયમોમાં ફેરફાર લાગુ થશે. તેમાંથી એક નિયમ છે જે આજથી લાગુ થવા જઈ રહ્યો છે. ઇન્ડિયન બેંકના એટીએમમાંથી આજથી 2000 રૂપિયાની નોટ નહીં નીકળે. જોકે તમે બેંક કાઉન્ટર પર જઈને 2000 રૂપિયાની નોટ લઈ શકો છો. આ વિશે ઇન્ડિયન બેંક તરફતી તેના ખાતાધારકોને જરૂરી જાણકારી આપવામાં આવી છે.


1 માર્ચ 2021થી ઇન્ડિયન બેંકના એટીએમમાંથી 1000 રૂપિયાની નોટ નહીં નીકળે. બેંક તરફથી આ વિશે ખાતાધારકોને જરૂરી જાણકારી આપવામાં આવી છે. બેંકેં કહ્યું કે, 2000 રૂપિયાની નોટ બદલાવવા માટે ગ્રાહકોને બ્રાન્ચ જવું પડશે. આ નોટને વાપરવા માટે ઘણી વખત લોકોને નાની નોટ બદલાવવી પડે છે. એવામાં તેનાથી બચવા માટે બેંકે એટીએમમાં 2000 રૂપિયાની નોટને લોડિંગ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે.

બેંક તરફતી 17 ફેબ્રુઆરીએ પોતાની તમામ બ્રાન્ચોને એક સર્ક્યુલર બહાર પાડી કહ્યું તું કે, બેંક અનુસાર ખાતાધારકોને 2000ની નોટને રિટેલ આઉટલેટ્સ અને બેંકમાં જઈને એક્સચેન્જ કરાવવામાં મુશ્કેલી થઈ રહી છે, જેના કારણે બેંકે આ નિર્ણય કર્યો છે.

બેંકે કહ્યું કે, બે હજારની નોટને બદલે એટીએમમાંથી નાની નોટોની સંખ્યા વધારવામાં આવશે. બેંકે કહ્યું કે, ગ્રાહકો માટે એટીએમ મશીનોમાં 200 રૂપિયાની નોટોના કેસેટ્સની સંખ્યા વધારવામાં આવશે. જ્યારે એ પણ કહેવામાં આવ્યું છે કે, જો ખાતાધારક ઇચ્છે તો બેંકની બ્રાન્ચ જઈને બે હજાર રૂપિયાની નોટ લઈ શકે છે. તમને જણાવીએ કે, હાલમાં આ નિર્ણય માત્ર ઇન્ડિયન બેંકે જ લીધો છે.