એસબીઆઈ પોતાના જોઈન્ટ વેન્ચર એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડનો આઈપીઓ લાવવા જઈ રહી છે. તેના માટે તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એસબીઆઈ મ્યુચ્યુઅલ પંડ આઈપીઓ દ્વારા 7500 કરોડ રૂપિયા મેળવશે. એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડનો આ આઈપીઓ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ હશે. એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ પોતાના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અને શેરહોલ્ડર કંપની આમુંડી એસેટ મેનેજમેન્ટ સાથે વાતચીત બાદ ઇનવેસ્ટમેન્ટ બેન્કર્સને તેની દરખાસ્ત તૈયાર કરવા કહેશે.


આગામી એક-બે મહિનામાં શરૂ થશે આઈપીઓ લાવવાની પ્રક્રિયા

કંપની આગામી એકથી બે મહિનામાં આઈપીઓ લાવવાની પ્રક્રિયા શરૂ કરવાની છે. એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડનો એયૂએમ પાંચ લાખ કરોડ રૂપિયાથી વધારેની છે. તેનો 40 ટકા હિસ્સે સરાકરી ફંડને કારણે આવે છે. કંપની કેટલા કરોડ રૂપિયાનો આઈપીઓ લાવશે તે માર્ચની એયૂએમ બાદ જ ખબર પડશે. જોકે અત્યારે કહેવાય છે કે આ આઈપીઓ 7500 રૂપિયાનું ફંડ મેળવશે. હાલમાં એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડનું કુલ વેલ્યૂએશન સાત અબજ ડોલર એટલે કે 52 હજાર કરોડ રૂપિયાની છે.

એસબીઆઈની ચાર કંપનીઓ શેર બજારમાં લિસ્ટ થઈ છે

અત્યારસુધી SBIની ચાર કંપની સ્ટૉક માર્કેટમાં લિસ્ટ થઈ ચૂકી છે. જેમાં એસબીઆઈ હોમ ફાઇનાન્સ, એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સ, એસબીઆઈ કાર્ડ એન્ડ પેમેન્ટ અને ખુદ SBI શામેલ છે. એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડનો આ IPO મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝનો ચોથો પબ્લિક આઈપીઓ છે. આ પહેલા HDFC મ્યુચ્યુઅલ ફંડ, નિપ્પોન મ્યુચ્યુઅલ ફંડ અને યૂટીઆઈ એએમસી (UTI AMC)નો આઈપીઓ આવી ચૂક્યા છે.

સૌથી પહેલા 2017માં નિપ્પોન મ્યુચ્યુઅલ ફંડે 1,542 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. જે બાદમાં 2018માં HDFC મ્યુચ્યુઅલ ફંડે આઈપીઓ મારફતે 2,800 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. જ્યારે ગત વર્ષે UTI AMCએ આઈપીઓ મારફતે 1,542 કરોડ રૂપિયા એકઠા કર્યાં હતાં.