Gautam Adani: અમેરિકન ઈન્વેસ્ટમેંટ રિસર્ચ ફર્મ અને શોર્ટ સેલર હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેર્સમાં બોલેલાં કડાકાથી ગૌતમ અદાણી બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સના ટોપ-10 અબજોપતિની લિસ્ટમાંથી બહાર થઈ ગયા છે. તે ચોથા ક્રમેથી 11મા ક્રમે પહોંચી ગયાછે. ચાલુ વર્ષે અદાણીની સંપત્તિ 36.1 અબજ ડોલર ઘટીને 84.1 અબજ ડોલર થઈ ગઈ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડ્કેસમાં અદાણી હવે કાર્લોસ સ્લિમથી પાછળ 11માં નંબર પર પહોંચ ગયા છે. તેના પછી 12મા ક્રમે અંબાણી છે, જેની સંપત્તિ 82.2 અબજ ડોલર છે. 9મા સ્થાન પર સર્ગી બ્રિન છે. જેની સંપત્તિ 86.4 અબજ ડોલર છે.


હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપની કંપનીઓના કુલ માર્કેટ કેપમાં માત્ર ત્રણ દિવસમાં  જ 5.5 લાખ કરોડનો ઘટડો થયો છે. અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટોટલ ગેસના શેર છેલ્લા ચાર દિવસમાં 20 ટકા સુધી તૂટ્યા છે. આ ઉપરાંત શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓ અદાણી પોર્ટ્સ અને અદાણી વિલ્મારના શેરમાં પણ ઘટાડો થયો છે.




અદાણીના જવાબ પર Hindenburgએ આપ્યો સણસણતો જવાબ


અદાણી ગ્રૂપે રવિવારે હિંડનબર્ગ રિસર્ચ દ્વારા ફેલાવવામાં આવેલા આરોપોનો સંબંધિત દસ્તાવેજો સાથે 413 પાનાનો જવાબ આપ્યો હતો. અદાણી ગ્રુપનો પ્રતિભાવ હિંડનબર્ગના ખોટા હેતુઓ અને મોડસ ઓપરેન્ડી સામે પણ પ્રશ્નો ઉભા કરે છે, જેણે ભારતીય ન્યાયતંત્ર અને નિયમનકારી માળખાને સહેલાઈથી બાયપાસ કર્યું છે. અદાણી ગ્રુપના વિગતવાર પ્રતિસાદમાં તેના ગવર્નન્સ ધોરણો, પ્રતિષ્ઠા, શ્રેષ્ઠ પ્રથાઓ, પારદર્શક આચરણ, નાણાકીય અને ઓપરેશનલ કામગીરી અને શ્રેષ્ઠતા આવરી લેવામાં આવી હતી.


જેના જવાબમાં હિંડનબર્ગે પણ અદાણીને વળતો જવાબ આપ્યો છે. અદાણીએ એવો પણ દાવો કર્યો હતો કે અમે "લાગુ પડતી સિક્યોરિટીઝ અને વિદેશી વિનિમય કાયદાનો સ્પષ્ટ ભંગ કર્યો છે." અદાણી આવા કાયદાઓને ઓળખવામાં નિષ્ફળ ગયા હોવા છતાં, આ બીજો ગંભીર આરોપ છે જેને અમે સ્પષ્ટપણે નકારીએ છીએ.  તેણે અનુમાનિત રીતે ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કર્યો અને તેના બદલે એક રાષ્ટ્રવાદી કથા રજૂ કરી, અને દાવો કર્યો કે અમારો અહેવાલ "ભારત પર ગણતરીપૂર્વકનો હુમલો" સમાન છે. ટૂંકમાં, અદાણી જૂથે તેના ઉદય અને તેના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિને ભારતની સફળતા સાથે જોડી દેવાનો પ્રયાસ કર્યો છે.


હિંડનબર્ગે રિપોર્ટમાં એમ પણ કહ્યું અમે અસંમત છીએ. સ્પષ્ટપણે કહીએ તો, અમે માનીએ છીએ કે ભારત એક ગતિશીલ લોકશાહી છે અને રોમાંચક ભવિષ્ય સાથે ઉભરતી મહાસત્તા છે. અમારું એ પણ માનવું છે કે અદાણી જૂથ દ્વારા ભારતનું ભવિષ્ય રોકી દેવામાં આવ્યું છે, જેણે રાષ્ટ્રને વ્યવસ્થિત રીતે લૂંટીને પોતાને ભારતીય ધ્વજમાં લપેટ્યો છે. અમે એ પણ માનીએ છીએ કે છેતરપિંડી એ છેતરપિંડી છે, ભલે તે વિશ્વની સૌથી ધનાઢ્ય વ્યક્તિઓમાંથી એક દ્વારા કરવામાં આવે.