Stock Market Today: બજેટના એક દિવસ પહેલા શેરબજારમાં શાનદાર તેજી સાથે શરૂઆત થતી જોવા મળી છે. વૈશ્વિક બજારમાં તેજીને બ્રેક લાગી છે ત્યારે આજે ભારતીય બજારમાં તેજી સાથે શરૂઆત થઈ છે.
આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 59500.41ની સામે 270.42 પોઈન્ટ વધીને 59770.83 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 17648.95ની સામે 82.50 પોઈન્ટ વધીને 17731.45 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 40387.45ની સામે 176.40 પોઈન્ટ વધીને 40563.85 પર ખુલ્યો હતો.
09:16 કલાકે સેન્સેક્સ 125.40 પોઈન્ટ અથવા 0.21% વધીને 59625.81 પર હતો અને નિફ્ટી 41.30 પોઈન્ટ અથવા 0.23% વધીને 17690.30 પર હતો. લગભગ 1305 શેર વધ્યા છે, 595 શેર ઘટ્યા છે અને 97 શેર યથાવત છે.
અદાણી એન્ટરપ્રાઇઝિસ, બીપીસીએલ, અદાણી પોર્ટ્સ, યુપીએલ અને જેએસડબ્લ્યુ સ્ટીલ નિફ્ટીમાં સૌથી વધુ વધનારા સ્ટોક હતા, જ્યારે ટેક મહિન્દ્રા, એલએન્ડટી, અપોલો હોસ્પિટલ, એચસીએલ ટેક્નોલોજી અને હિન્દાલ્કો ઘટ્યા હતા.
વૈશ્વિક બજારની વાત કરીએ તો યુએસ ડાઉ જોન્સે સતત છ દિવસથી સતત વધારા પર બ્રેક લગાવી છે. ફેડરલ રિઝર્વના નિર્ણયની અસર બજારમાં જોવા મળી રહી છે. ડાઉ જોન્સ 261 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો. Nasdaq 1.96 ટકા અને S&P 500 1.30 ટકા ડાઉન હતો.
એશિયન માર્કેટની વાત કરીએ તો જાપાનના નિક્કી અને કોરિયાના કોસ્પીમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. SGX નિફ્ટીમાં 60 પોઈન્ટનો નજીવો વધારો જોવા મળી રહ્યો છે, જે આજે ભારતીય બજારમાં તેજીનું વલણ દર્શાવે છે.
આજે કોલ ઈન્ડિયા, પાવરગ્રીડ, સન ફાર્મા, એસીસી, ઈન્ડિયન ઓઈલ જેવી કંપનીઓના પરિણામ આવશે.
માર્કેટ કેપ (કરોડ રૂપિયામાં) | |
ગઈકાલની બંધ રકમ | 26847087 |
આજની રકમ | 26838881 |
તફાવત | -8206 |
ઈન્ડેક્સનું નામ | છેલ્લો ભાવ | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | ફેરફાર (%) | ફેરફાર |
NIFTY Midcap 100 | 30,183.00 | 30,303.55 | 30,153.40 | -0.01% | -2.85 |
NIFTY Smallcap 100 | 9,252.50 | 9,282.55 | 9,243.00 | 0.21% | 19.5 |
NIfty smallcap 50 | 4,188.00 | 4,199.20 | 4,183.65 | 0.17% | 7 |
Nifty 100 | 17,570.50 | 17,644.15 | 17,555.55 | -0.01% | -1.35 |
Nifty 200 | 9,189.00 | 9,226.65 | 9,181.05 | -0.01% | -0.65 |
Nifty 50 | 17,663.00 | 17,735.70 | 17,647.60 | 0.08% | 14.05 |
Nifty 50 USD | 7,502.82 | 7,502.82 | 7,502.82 | 0.27% | 20.44 |
Nifty 50 Value 20 | 9,333.10 | 9,364.90 | 9,328.15 | 0.04% | 4.05 |
Nifty 500 | 14,853.90 | 14,912.80 | 14,841.65 | 0.00% | -0.3 |
Nifty Midcap 150 | 11,415.85 | 11,463.65 | 11,406.15 | -0.06% | -6.45 |
Nifty Midcap 50 | 8,488.65 | 8,517.30 | 8,478.65 | 0.14% | 11.7 |
Nifty Next 50 | 38,781.75 | 38,889.55 | 38,723.05 | -0.05% | -21.2 |
Nifty Smallcap 250 | 9,041.05 | 9,065.75 | 9,033.60 | 0.0018 | 16.3 |
સોમવારે ભારતીય બજારમાં બે દિવસના ઘટાડા પર બ્રેક
અસ્થિર વેપારમાં, BSE સેન્સેક્સ સોમવારે 169.51 પોઈન્ટ વધ્યો હતો. ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, ઓઈલ અને ફાઈનાન્શિયલ શેરોમાં ઉછાળાથી બજારને મજબૂતી મળી. 30 શેરવાળો સેન્સેક્સ 169.51 પોઈન્ટ અથવા 0.29 ટકાના વધારા સાથે 59,500.41 પર બંધ થયો હતો. એક સમયે તે ટ્રેડિંગ દરમિયાન 313.34 પોઈન્ટ સુધી ચઢી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી પણ 44.60 પોઈન્ટ અથવા 0.25 ટકાના વધારા સાથે 17,648.95 પર બંધ થયો હતો.
FII અને DII ડેટા
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ રૂ. 6,792.80 કરોડના શેરનું ચોખ્ખું વેચાણ કર્યું છે, જે 8 માર્ચ, 2022 પછી એક જ દિવસમાં સૌથી વધુ આઉટફ્લો છે, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ 30 જાન્યુઆરીએ રૂ. 5,512.63 કરોડના શેરની ચોખ્ખી ખરીદી કરી છે.