Pension Scheme : 60 વર્ષ પુરા થયા બાદ વ્યક્તિ ભલે નોકરીમાંથી નિવૃત્ત થાય પરંતુ તેના ઘર ખર્ચ તો યથાવત જ રહે છે. માટે આ ખર્ચાને પહોંચી વળવા સમય રહેતા જ રિટાયર્ડમેંટ પ્લાનિંગ કરવી ખુબ જરૂરી બની જાય છે. 60 વર્ષની ઉંમર બાદ લોકોને નિરંતર આવક થતી રહે તેના માટે માર્કેટમાં એનક પ્રકારની રોકાણ કે પછી પેંશન સ્કીમ રહેલી છે. આજે અમે તમને કંઈક આવા જ પ્લાન વિષે જણાવવા જઈ રહ્યાં છીએ. 
   
શું છે નેશનલ પેંશન સિસ્ટમ? 


નેશનલ પેંશન સિસ્ટમ એક રિટાયર્ડમેંટ અને રોકાણ માટે શાનદાર સ્કીમ છે. આ સ્કીમમાં રોકાણ કરી તમે તમારા ભવિષ્ય માટે શાનદાર પ્લાનિંગ કરી શકો છો. આ સરકાર દ્વારા ચલાવવામાં આવનારી કંટ્રીબ્યૂશન પેંશન સ્કીમ છે જેમાં રોકાણ કરવાથી તમને રિટાયર્ડમેંટ પર મોટી રકમ મળે છે. સાથે જ તમને રોકાણના આધારે દર મહિને એન્યુટીની રકમ એટલે કે પેંશન પણ મળે છે.  આ સ્કીમને સરકારે વર્ષ 2004માં શરૂ કરી હતી. આ સ્કીમમાં કોઈ પણ પોતાની નોકરી દરમિયાન દરમહિને આ સ્કીમમાં રોકાણ કરી શકે છે. 


NPS સ્કીમમાં જમા પૈસાની જવાબદારી PFRDA તરફથી રજિસ્ટર્ડ પેંશન ફંડ મેનેજરને આપવામાં આવે છે. તેરોકણકારોના પૈસાને સરકારી અને સરકારી સિક્યોરિટઝ અને ઈક્વિટીમાં રોકાણ કરે છે. તેનાથી રોકાણકારોને લાંબાગાળે ભારે રિટર્ન મળે છે.  આ ખાતુ બે પ્રકારે ખુલે છે. પહેલું ટીયર-1 અને બીજુ ટિયર-2. ટિયર-1 એક રિટાયરમેંટ ખાતુ છે. જ્યારે બીજુ ખાતુ વોલેટરી છે જેને પહેલુ ખાતુ ખોલ્યા બાદ જ ખોલી શકાય છે. ટિયર-1માં તમે ઓછામાં ઓછા 500 રૂપિયાનું રોકાણ કરી શકો છો. જ્યારે ટિયર-2માં ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ અનિવાર્ય છે. 


દર મહિને મળશે આકર્ષક રિટર્ન


તમે આ મહિને રોકાણ કરી 51,000 રૂપિયા કરતા વધારેનું પેંશન 60 વર્ષની ઉંમર બાદ મેળવી શકો છો. ઉદાહરણ તરીકે કોઈ રોકાણ માત્ર 21 વર્ષની ઉંમરમાં આ સ્કીમમાં રોકાણ કરવાનું શરૂ કરે ને તે દરરોજ 150 રૂપિયાનું રોકાણ કરે તો તે દર મહિને કુલ રોકાણ 4500 રૂપિયા થશે.  જો 60 વર્ષ સુધી તે દરમહિને રોકાણ કરે તો આ રકમ 21.06 લાખ રૂપિયા થશે. 39માં વર્ષે તે 10 ટકાના વાર્ષિક રિટર્ન પર રોકાણકારને પુરા 2.59 કરોડ રૂપિયાનું ફંડ મળશે. તેમાં 60 ટકા રકમ રોકાણકારને મળી જશે. આમ તમે 60 વર્ષની ઉંમરમાં 1.55 કરોડ રૂપિયાના માલિક બની જશો. જ્યારે બાકીની બચેલી 40 ટકા રકમ જે 1.04 કરોડ રૂપિયા છે તેને માસિક પેંશનના રૂપમાં બદલી નાખવામાં આવશે. 


દર મહિને મળશે પેંશનનો લાભ


NPS સ્કીમ અંતર્ગત રોકાણકારને 40 ટકા રકમ જો પેંશન તરીકે મળે. તો 1.04 કરોડ રૂપિયાને દર મહિને માસિક પેંશનમાં બદલી દેવામાં આવે તો તે લગભગ 52,000 રૂપિયાની આસપાસ થાય. અહીં નોંધનીય બાબત એ છે કે, તમે જેટલી વધારે એન્યુટીના પૈસાનું રોકાણ કરશો તમને તેટલુ જ વધારે રિટર્ન પણ મળશે.